Vadodara

આગામી 24 અને 25 માર્ચે બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર જશે

બેન્કોના ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી નાના મોટા ધંધા રોજગાર પર વ્યાપક અસર પડશે

રાષ્ટ્રીય કૃત બેન્કો સાથે કેટલાક ખાનગી બેંકો પણ હડતાળમાં જોડાશે જેથી રૂ.20,000કરોડના વ્યાપાર પર અસર થવાની શક્યતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 17

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા કેટલીક માંગણીઓને લઇને આગામી તા. 24 અને 25 માર્ચના રોજ બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર જવાનું નક્કી કર્યું છે જેના કારણે દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકો અને કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ હડતાળને પગલે બે દિવસ બેન્કોમાં લેવડદેવડની કામગીરી ઠપ્પ થઇ જવાથી નાના મોટા ધંધા રોજગાર પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. આગામી તા. 22 માર્ચના રોજ ચોથો શનિવાર છે બીજા દિવસે તા.23 માર્ચના રોજ રવિવાર છે તથા 24 અને 25માર્ચના રોજ બેન્કોમાં હડતાળ હોવાથી ચાર દિવસ સુધી બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જશે જેનાં કારણે વ્યાપાર ધંધામાં સાથે જ સામાન્ય નાગરિકોને મોટું નુક્સાન થવાની વકી છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા બેન્ક કર્મચારીઓ ની દરેક કેડરમાં ભરતી તેમજ 5 દિવસ વર્ક વીક સહિત કેટલાક મુદ્દાઓ ભારતીય બેંક સંઘ (IBA), સાથે વાતચીત કરી હતી પરંતુ તેનું કોઇ નિરાકરણ ન આવતાં બે દિવસીય હડતાળ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં નિર્દેશક, અધિકારીઓ તથા કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા સાથે જ માઇક્રો મેનેજમેન્ટ નો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે ગ્રેજ્યુઇટી એક્ટમા સુધારો કરીને વય મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવા અને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવા તેમજ આવકવેરામાં થી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ ભારતીય બેંક સંઘ સાથેની વાતચીતમાં કોઇ સકારાત્મક પરિણામ આવ્યું નથી જેના કારણે દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે જેની સામે ખાનગી સેક્ટરની બેન્કોમાં કર્મચારીઓ ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે આ અસમાનતા ને પરિણામે જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓછા સ્ટાફને કારણે કામનું ભારણ વધ્યું છે સાથે જ કર્મચારીઓ પર વધુ કામનું ભારણ હોય ગ્રાહકોનો સમય વેડફાય રહ્યો છે.

કઇ કઇ બેન્કોની સેવા બે દિવસ નહીં મળે

આગામી તા 24 અને 25માર્ચના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળથી ગ્રાહકોને બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર,કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક,યુનિયન બેંક,યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીકૃત બેન્કોની સેવાઓ નહીં મળે.

Most Popular

To Top