માગશર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે
માગશર મહિનો અને આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. શિવપુરાણમાં ઉલ્લેખ કરવામા આવેલો છે કે માગશર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાલા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. માગશર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે. અને માટે હરિ અને હરની કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર એટલે કે માગશર મહિનો અને આદ્રા નક્ષત્ર શિવપુરાણમાં લખેલું છે કે જ્યારે જ્યારે માગશર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાલા કરવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે સાથે સાથે રોગ દોષ ભય પીડા ચિંતા માંથી રાહત પ્રાપ્ત થાય છે. આ દિવસે વિશેષ કરી ભક્તોએ શિવાલયમાં દીપ માલા પ્રગટાવી શિવભક્તિનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો
ખાસ કરી ને આ દિવસે દિપ પ્રગટાવી હરી અને હરની કૃપા પ્રાપ્ત થાય ખાસ કરીને આ દિવસે કરેલી કરેલી શિવ પૂજા અને દીપ દાનથી અનેકો મહા શિવરાત્રીનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું.