Vadodara

આગામી પ્રજાસત્તાક દિનને લઇને રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકીંગ



*ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સાથે ભીડભાડ વાળી જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું*



(પ્રતિનિધિ) વડોદરા તા. 22

આગામી 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે જેને લઇને ભીડભાડ વાળા સ્થળોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના વિવિધ પોલીસ ની ટીમો દ્વારા ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.



આગામી તારીખ 26 મી જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને ભીડભાડ વાળા સ્થળોએ કોઇ અનિચ્છનિય ઘટના ન બને. આતંકી કૃત્ય ન થાય તે હેતુથી પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં જેમાં સૌથી વધુ મુસાફરોની અવરજવર રહે છે તેવા વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશન, વિવિધ વિસ્તારોમાં આવેલા શોપિંગ મોલ,બાગ બગીચાઓ, હોસ્પિટલમાં તથા સિનેમા ઘરોમાં પોલીસે ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

આ સરપ્રાઈઝ ચેકીંગમા બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે સાથે અન્ય પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અગમચેતીના ભાગરૂપે આ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી જેમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી. શહેરના સેન્ટ્રલ બસ સ્ટેશનના બેઝમેન્ટ પાર્કિંગમા પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ એસ.ઓ.જી.પોલીસ દ્વારા આવતા જતાં મુસાફરો તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યુરિટીના કર્મચારીઓ ને પણ સૂચનાઓ આપવામાં આવી છે.આ સરપ્રાઈઝ ચેકીંગમા વડોદરા એસ.ઓ.જી.પોલીસ, ડોગ સ્કોડ, વડોદરા શહેર બોમ્બ સ્કોડ તથા શહેરની ક્વિક રિસ્પોન્સ ટીમ જોડાઇ હતી.

Most Popular

To Top