Vadodara

આગામી દિવસોમાં ERDA દ્વારા રોયલ મેળાની રાઇડોનું નિરીક્ષણ કરાશે

મેળામાં સર્જાયેલી દુર્ઘટનાના લઇને તપાસ કમિટીનો ધમધમાટ શરૂ

પ્રતિનિધિ વડોદરા તા.28

વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં સર્જાયેલી દુર્ઘટનામાં કમિટી દ્વારા તમામ વિભાગો પાસેથી કેવી રીતે મંજૂર આપવામાં આવી તેની માહિતી મંગાવાઇ છે. બીજી તરફ એફએસએલ દ્વારા મેળામાં તપાસ કરાઇ છે. જેની માહિતી ટુક સમયમાં આવશે. ત્યારે કમિટી દ્વારા એરડાને જાણ કરતા આગામી દિવસોમાં એરડા દ્વારા મેળામાં મુકવામાં આવેલી રાઇડ સહિતની જગ્યા પર નિરીક્ષણ કરવામાં આવશે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે તાજેતરમાં રોયલ મેળામાં હેલિકોપ્ટરની રાઇડમાં ઘણા બાળકો બેઠા હતા. જેવી રાઇડ ચાલુ થઇ હતી કે યાંત્રિક ખામી સર્જાવાના કારણે રાઇડની સ્પીડ વધી ગઇ હતી. ત્યારબાદ તેમાં બેઠેલા બાળકો રાઇડનો ગેટ ખુલી જતા નીચે પટકાયા હતા અને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. જેની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા સંચાલક,મેનેજર અને રાઇડ ઓપરેટરની ધરપકડ કરી લીધી હતી. સદનસીબે મોટી ઘટના સર્જાતા રહી ગઇ હોય પોલીસ દ્વારા રોયલ મેળાને સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સંચાલક દ્વારા ઘણી રાઇડ મેળામાં રાખવામાં આવી હતી. ઘટના કયા કારણોસર બની છે તેની તપાસ કરવા માટે પાલિકા, આરોગ્ય, એમજીવીસીએલ, ફાયર બ્રિગેડ અને પોલીસ અને ટ્રાફિક સહિતના વિભાગના અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા રોયલ મેળાની ઘટનાને લઇને તમામ વિભાગ પાસેથી મંજૂરી આપવામાં છે તેની માહિતી મંગાવાઇ છે. બીજી તરફ એફએસએલ દ્વારા પણ રોયલ મેળામાં તપાસ કરી નિરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ તાજેતરમાં આપવામાં આવશે. બીજી તરફ કમિટી દ્વારા ઇલેક્ટ્રીક્ટ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોશિએસન (ERDA)ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં રોયલ મેળામાં એરડા દ્વારા નીરીક્ષણ કરવામાં આવશે.

Most Popular

To Top