ગરમીમાં લૂ લાગવાના બનાવોમાં લોકોને સારવાર મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
35 બેડની તથા ઓક્સિજન સહિતની સુવિધા કરવામાં આવી છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
ગત સોમવારથી ગરમીનું પ્રમાણ વધ્યું છે હાલમાં તાપમાનનો પારો 39.8ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવને પગલે વડોદરા સહિત ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમા હીટવેવના દર્દીઓ માટે આઈસીયુમાં 10 અને જનરલ વોર્ડમાં 25 બેડ સહિત કુલ 35 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં તથા ઉતર ગુજરાતમાં ગરમીના પ્રકોપને કારણે કેટલાક શહેરોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સોમવારથી ગરમીનો પારો 39.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી વ્યક્ત કરી છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમા હીટવેવ આઇસીયુ અને જનરલ વોર્ડમાં 35 બેડ તથા ઓક્સિજન સહિતની સુવિધા સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સોમવારથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે બપોરે અને રાત્રે પણ લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થ ઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 40ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે જેને લઇને હીટવેવની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગત વર્ષે ઉનાળામાં ગરમીનો પારો 45ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જ્યારે હાલમાં માર્ચના બીજા અઠવાડિયાની શરૂઆતમાં જ પારો 40ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી અંતર્ગત સર્વેમાં 639 જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા છે જ્યારે ઓપીડીમા 1900 થી વધુ દર્દીઓ વાયરલ ને કારણે બિમારીના ભોગ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા હવામાન વીભાગની આગાહીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રને સજ્જ રહેવા પરિપત્ર કરવામાં આવ્યો છે જેના કારણે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી. હોસ્પિટલમાં આઇસીમા 10 અને જનરલ વોર્ડમાં 25બેડની વ્યવસ્થા હીટવેવના દર્દીઓ માટે કરવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ હીટવેવનો કેસ નોધાયો નથી જો કે એસ.એસ.જી.હોસ્પિટલનુ તંત્ર સજ્જ છે
સિનિયર સિટીઝન્સ, નાના બાળકો તથા બિમાર અને સગર્ભા મહિલાઓએ તાપમાં બહાર નિકળવાથી બચવું જોઈએ
વૃદ્ધ,બાળકો તથા સગર્ભા મહિલાઓએ શક્ય હોય તો બપોરે બહાર નિકળવાનું ટાળવું જોઈએ જો જરુરી જ હોય તો સુતરાઉ કપડા, ટોપી, ગોગલ્સ નો ઉપયોગ કરવો છત્રી તથા પાણી અથવાતો તો લીંબુ પાણી કે શરબત સાથે રાખવું જોઈએ. અનિવાર્ય ન હોય તો બહાર નિકળવાથી બચવું જોઈએ સાથે બિમાર દર્દીઓ બ્લડપ્રેશર ના દર્દીઓએ નિયમિત રીતે દવાનું સેવન કરવું જોઈએ.હાલમા એસ.એસ.જી.હોસ્પિટલમા હિટવેવનો કેસ નથી આવ્યો પરંતુ પ્રશાસન સજ્જ છે.હાલમા વાયરલ ઇન્ફેક્શનના કેસો જોવા મળી રહ્યાં છે પરંતુ બીજી તરફ ગરમી વધી છે ત્યારે લોકોએ પણ જાગૃત રહેવાની જરૂર છે.
ડો.હિતેન્દ્ર ચૌહાણ,આર.એમ.ઓ. એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા
