Vadodara

આગામી તા.29માર્ચે અમાસના દિવસે ન્યાયના દેવતા શનિ મહરાજ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે દેશ દુનિયામાં ઘણા પરિવર્તન જોવા મળશે

આગામી શનિવારે એટલે કે ફાગણ વદ અમાસ તિથિ ને તા.29 મી માર્ચના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. નયન કુમાર શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર શનિ મહારાજ એ ન્યાયના દેવતા છે.શનિ એ મંદ ગતિથી ચાલવાવાળો ગ્રહ છે તેથી જ તેને જ્યોતિષ શાસ્ત્રમાં વૃદ્ધ ગ્રહ તરીકે પણ ગણવામાં આવે છે.શનિ મહારાજનું મીન રાશિમાં પરિવર્તન બારેય રાશિઓના જાતકોને અસર કરે છે.શનિ મહારાજ જે રાશિમાં હોય તે રાશિ પર તથા આગળ પાછળના સાથે જ શનિ મહારાજ જ્યાં દ્રષ્ટિ કરતા હોય તે રાશિ પર શનિ ગ્રહ પોતાનો પ્રભાવ ધરાવે છે.શનિ જે રાશિમાં હોય અને દ્રષ્ટિ કરતા હોય તેને પનોતી થકી ન્યાય પણ આપે છે.

શનિ મહારાજ 29માર્ચ ને શનિવારે અમાસની રાત્રે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે.મીન રાશિ એ ગુરુ ગ્રહની રાશિ છે. ગુરુ ગ્રહઆધ્યાત્મિકતાનો કારક છે જ્યારે શનિ ન્યાયના દેવતા છે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશતા જ આધ્યાત્મિકતા, ગૂઢ શક્તિ પરિવર્તન જોવા મળશે એટલે કે આધ્યાત્મિકતામા વધારો જોવા મળે.ગુરુ મહારાજ જ્ઞન સાથે જોડાયેલા છે માટે જ્ઞાનની રાશિમાં ન્યાયના દેવતાનું આ રાશિ ભ્રમણ મોંઘવારી વધારશે.સોનુ ચાંદી એની ચમકને જાળવી રાખશે જ્યારે પેટ્રોલ, ઓઇલ,લોખંડ, ધાતુ અને બિલ્ડિંગ મટિરીયલ મોંઘા થશે.
રાશિ પરિવર્તનની વાત કરીએ તો શનિ મહારાજ નું મીન રાશિમાં પ્રવેશથી મેષ, સિંહ,ધન, કુંભ અને મીન રાશિના જાતકોને પનોતીની અસર વર્તાશે જ્યારે કર્ક, વૃશ્ચિક અને મકર રાશિ પનોતી માંથી મુક્ત થશે.

આ રાશિ પરિવર્તન દરમિયાન શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે શં શનીશ્ચરાય નમઃ ના પાઠ કરવા, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરવા તદ્પરાંત શનિવારે ગરીબોને અન્નનું, વસ્ત્રોનું દાન કરવું હિતાવહ છે સાથે જ ચામડાની વસ્તુઓ, લોખંડની વસ્તુઓ,છત્રી,લોઢી, સાણસી વિગેરેનું દાન કરવું જોઈએ. શનિવારે સરસવના તેલનો દિવો કરવો પીપળાના વૃક્ષની પૂજા કરવી,શિવજીને કાળા તલ ચઢાવવાથી શનિ મહારાજની કૃપા રહશે.

29 માર્ચે ને શનિવારે શનિ અમાવસ્યા ના દિવસ રાત્રે 9.40 મિનિટે શનિ મહારાજ મીન માં પ્રવેશ કરશે સાથે 14 મે ના રાત્રે 10.30 કલાકે ગુરૂ મિથુન રાશિ માં પ્રવેશ કરશે અને 18 મે ના રોજ સાંજે 7.7મિનિટે રાહુ કુંભ માં અને કેતુ સિંહ રાશિ માં પ્રવેશ કરશે આ ગ્રહગોચર જોતા વર્ષ 2025,2026 દુનિયા માટે ઉપદ્રવ કારક રહે

શનિની પનોતીની આ રાશિઓના જાતકો પર અસર

મેષ રાશિના જાતકોને લોઢાના પાયે માનસિક અને શારીરિક તકલીફો આવશે

સિંહ રાશિના જાતકોને અઢી વર્ષની નાની પનોતી વધુ પરિશ્રમ કરાવશે.

ધન રાશિના જાતકોને નાની પનોતી શારીરિક આંતરિક તકલીફો આપશે.

કુંભ રાશિના જાતકોને તાંબાના પાયે આર્થિક લાભ કરાવશે.

મીન રાશિના જાતકોને સોનાના પાયે માનસિક પરિતાપ કરાવશે.

Most Popular

To Top