વડોદરાને હેરિટેજ સિટી બનાવવાની મોટી મોટી વાતો થઈ, શહેરની વરવી વાસ્તવિકતા ભુલાઈ ગઈ
પ્રતિનિધિ, વડોદરા
હેરિટેજ સિટી વડોદરાની મોટી મોટી વાતો કરવા ભેગા થયેલા શાસકોને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે વાસ્તવિકતાનો અરીસો દેખાડ્યો હતો. ચોમાસામાં વડોદરાની થતી બદતર હાલતનો ઉલ્લેખ કરતાં યોગેશભાઇએ જણાવ્યું કે અમે થોડા દિવસ પહેલા દિલ્હી ગયા ત્યારે સાથી ધારાસભ્યોને મે બતાવ્યું કે દિલ્હીમાં એક પણ ખાડો નથી. આપણે વડોદરાના વારસાને ભૂલી ગયા છીએ. આપણી ઓળખ ભાખરવડી, લીલો ચેવડો અને સેવ ઉસળ અહી સારા મળે એવી થઈ ગઈ છે. રાજમહેલની કે ન્યાય મંદિરની વાત કોઈ કરતું નથી. સૂર્ય નારાયણ મંદિરના એક ખૂણે શૌચાલય બની ગયું છે. આ બધી ચિંતા કોણ કરશે?
ટીમ વડોદરાના સૂચનથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા UNESCO માં ક્રિએટિવ સિટીનો દરોજજો મેળવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારનગરીને UNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ માં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવો ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા, નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. વડોદરાને ક્રિએટિવ દરજ્જો સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજ થી દોઢ થી 2 વર્ષ પહેલાં શહેરી જાણો ના મંતવ્ય લઈ ને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 129 જેટલી હેરિટેજ બિલ્ડીંગોને યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરાશે તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા, ગણેશ ઉત્સવ, નરસિંહજીનો વરઘોડો, જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે તે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશ દ્વારા ઉપર પણ બુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદને હેરિટેજ નો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સિટી નો દરજ્જો અપાવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવિટીમાં ગુજરાત પ્રથમ બનશે અને દેશમાં સાતમું સિટી બનશે. આ પ્રસંગે જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટુ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
‘આખા દિલ્હીમાં એકપણ ખાડો નથી’, વડોદરાની બદતર હાલત માટે યોગેશ પટેલે અરીસો દેખાડ્યો
By
Posted on