Vadodara

આખરે પાલિકા તંત્રને અક્કલ આવી,આજવા ગોલ્ડન ચોકડી રોડપર ની વરસાદી કાંસના દબાણો દૂર કરાયા…

શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવારોડ અને વાઘોડિયારોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે

શહેરમાં ગત 26થી 29ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયી ઠેરઠેર બિલ્ડરો તથા રાજકારણીઓના પ્રતાપે વરસાદી કાંસો જેમાં રૂપારેલ, ભૂખી તથા મત્સ્યા કાંસો તથા તળાવો પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામ ને કારણે વરસાદી પૂરના પાણીનો નિકાલ નહીં થવાથી શહેરમાં જળપ્રકોપની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપો સાથે જ ઉચ્ચ લેવલે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવતા આખરે મોડે મોડે પાલિકા તંત્ર જાગ્યું હતું અને મંગળવારે સાંજે શહેરના આજવારોડ થી ગોલ્ડન ચોકડી ને.હા.48પરના વરસાદી કાંસ પર પાલિકા તંત્ર દ્વારા સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં દબાણો ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણો દૂર કરાતા હવે શહેરના પૂર્વ વિસ્તારો આજવારોડ તથા વાઘોડિયારોડ સહિતના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઇ શકશે. આ જ રીતે ભારે વરસાદની અગાઉ આગાહી કરવામાં આવી હતી તે જ સમયે જો શહેરમાં આવેલા વરસાદી કાંસો પરથી દબાણો હટાવ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ કંઇક અલગ જ હોત જો અગાઉના પૂરની પરિસ્થિતિ બાદ પણ શહેરના તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોજના તૈયાર કરી વરસાદી કાંસોના દબાણો, વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની દિશામાં કામગીરી કરી હોત તો કદાચ શહેરના લોકોને પૂરપ્રકોપની આપદા વેઠવી ન પડત અને ના તો રાજકીય નેતાઓ, શાશકો અધિકારીઓ ને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો હોત. હજી પાલિકા તંત્ર દ્વારા મોડે મોડેથી શરૂઆત કરી છે તે જ રીતે અન્ય વરસાદી કાંસો પરના દબાણો તથા વિશ્વામિત્રી નદીના પટને ખુલ્લો કરી તેમાં ઠલવાતા કચરા પર અંકુશ મેળવે તો આગળના સમયમાં વડોદરાવાસીઓને પૂરની આપદા વેઠવી નહીં પડે.

Most Popular

To Top