એસઓજીએ આરોપીને પકડી વારાસીયા પોલીસને આપ્યો, કોને કોને સટ્ટો રમવા આઇડી આપી તેની તપાસ શરૂ કરાઇ
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઇ રહેલી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમવા માટે આઇડીનો ઉપયોગ થાય છે, વારસીયામાં સટોડીયાને આઈડી આપનારને એસઓજીની ટીમે કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઇલ કબ્જે કર્યા બાદ કોને કોને આઇડી આપતો હતો તેની તપાસ શરૂ કરાઇ છે.
હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના મેચ રમાઇ રહી છે. જેના કારણે ચારે તરફ લોકો ક્રિકેટ મેચો પર ઓનલાઇન સહિતનો ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ લીગની મેચ પર રમાતા ઓનલાઇન જુગારના કેસો શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે 22 એપ્રિલા રોજ વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપી રોહન પરમારને ઝડપી પાડ્યો હતો. સટોડિયો મુંબઇ ઇન્ડીયન અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર આઇડી દ્વારા સટ્ટો રમતો હતો. જેથી તેની ઝડપી પાડ્યો બાદ આઈડી આપનાર નાસતા-ફરતા આરોપી રોશનઅલી રહેમતઅલી સૈયદને શોધી રહી હતી. દરમિયાન મંગળવારે એસઓજીની બાતમી મળી હતી સટ્ટો રમવા આઇડી આપનાર શખ્સ કારેલીબાગ વિસ્તારમાં છે જેથી તેને ઝડપી પાડ્યા બાદ મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો હતો. પોલીસે તેણે કોને કોને આઇડી સટ્ટો રમાવા માટે આપી હતી. તેની તપાસ શરૂ કરી છે.