આજ રોજ ડો રાજેશ શાહ(નીકીર) ના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં જનસંઘના સ્થાપક તથા પ્રેરણાપુંજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ ની બાળકો સાથે ઉજવણી કરવામાં આવી, સાથે સાથે શ્રી વિક્રમભાઇ ખીડકીકર દ્વારા 15 સગર્ભા માતાઓને કીટ પણ આપવામાં આવી. બાળકો માટે પોષણયુક્ત આહાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કિતાબ ઘરનું સર્વે, એસએમએસ ટ્રસ્ટ દ્વારા આપેલ કોમ્પ્યુટરનું બાળકોનો રીવ્યુ. આ બધા જ કાર્ય આજે આંગણવાડી ખાતે કરવામાં આવ્યા જેમાં વોર્ડ ૩ પ્રમુખ શ્રી પંકજભાઇ પંચાલ, મહામંત્રી શ્રી દિલીપભાઈ પટેલ, કરસનભાઈ ભરવાડ, દીપભાઇ, રેણુકાબેન, નિમિષાબેન, હાર્દિકભાઈ રબારી, ધીરેન પ્રજાપતિ, ગોવિંદભાઇ, અજીતભાઇ, નિવૃતિભાઇ, પપ્પુભાઇ વિગેરે કાર્યકર્તા હાજર રહ્યા.

