(પ્રતિનિધિ) વડોદરા તા. 20
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના એક ગામની પંદર વર્ષીય સગીરાએ કોઇક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું ગત તા.18મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કંથારિયા ખાતે આવેલા રણછોડપુરા ની મરણ જનાર આશાબેન ભુરાભાઇ ચતુરાઇ રાઠોડની 15 વર્ષીય દિકરી એ ગત તા. 08મી ડિસેમ્બરના રોજ બપોરે અંદાજે એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઇક અગમ્ય કારણોસર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નામનો ઝેરી દવા ગટગટાવી જતાં તેણીને ગત તા.14મી ડિસેમ્બરના રોજ રાત્રે સાડા નવની આસપાસ વડોદરા શહેરના ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન ગત તા.18મી ડિસેમ્બરના રોજ સાંજે સવા સાત વાગ્યાની આસપાસ મરણ જાહેર કરી મૃતદેહ પર ઇન્કવેસ્ટ ભરી મરણોત્તર ફોર્મ સાથે આંકલાવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ સહિત અન્ય જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.
