Vadodara

અહો આશ્ચર્યમ …પ્રથમ વાર વરસાદનાં કારણે ચાર દરવાજામાં પ્રવેશ બંધ



વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા ચાર દરવાજામાં વરસાદી પાણી ભરાતા અવર જવર બંધ કરવામાં આવી
આજે સવારથીજ વડોદરા શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો હોય અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જેથી જન જીવન ઠપ થઈ જવા પામ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ભરાતા સ્થાનિકો જાતેજ પોતાનો ઘર વખરી, સામાન બચાવવા જહેમત કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના અતિ વ્યસ્ત અને વડોદરાનું હૃદય સમાન માંડવી વિસ્તારનાં ચાર દરવાજામાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે બેરિકેટિંગ લગાવી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કર્યો હતો. આટલા વર્ષોમાં પહેલીવાર વરસાદની સિઝનમાં ચાર દરવાજામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો તરફથી પ્રિમોન્સુન કામગીરી ૯૦%પૂર્ણ થયા ના દવા પોકળ સાબિત થયા છે. વડોદરા આખુંય જ્યારે વરસાદના આગમનથી જળબંબાકાર થયું છે. ત્યારે પાલિકાના સત્તાધીશોની નિષ્ફળતા બહાર આવી છે.

Most Popular

To Top