.
સ્વચ્છતાની બાબતમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતાને કારણે જ વડોદરા શહેર અન્ય શહેરોના સ્વચ્છતાની તુલનાએ પાછળ ધકેલાયુ છે
વડોદરાની મધ્યમાં સૌથી મોટા શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય:આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ને ભારે હાલાકી.
વડોદરા શહેર સ્માર્ટ સિટીના ક્રમક થી ઉતરી ગયું છે સાથે સાથે સ્વચ્છતાની બાબતમાં પણ અન્ય શહેરોની તુલનાએ વડોદરાનો ક્રમાંક ઉતર્યો છે. ત્યારે હજી પણ સ્વચ્છતામાં આ કહેવાતું સ્માર્ટ શહેર પાછળ ધકેલાય તો નવાઈ નહીં.વાત કરીએ તો હાલ ચોમાસામાં જ્યારે ખાસ સ્વચ્છતાની તાતી જરૂરિયાત હોય છે ત્યારે દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ખુદ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ જ પારાવારગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેના કારણે અહીં આસપાસના સ્થાનિક લોકોને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. અસહ્ય દુર્ગંધ, કાદવકીચડથી મચ્છરજન્ય રોગચાળો, ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે.
વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય કચેરીની પાછળ શાકભાજી માર્કેટ આવેલ છે ત્યાં શાકભાજી અને ફૂટ ના વેપારીઓ વેપાર કરતા હોય છે સાથે મોટી સંખ્યામાં અહી વેપારીઓ અને લોકો દ્વારા શાકભાજી તેમજ ફળફળાદીનું ખરીદ-વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે બગડી ગયેલા શાકભાજી અને ફળફળાદી અહીં રોડ પર નાખવામાં આવે છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ ન કરાતા ચોમાસામાં માથું ફાડી નાંખે તેવી અતિશય દુર્ગંધ મારી રહી છે ત્યારે આવા ચોમાસાની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી અડચણ પડી રહી છે સાથે જ અહીંથી પસાર થતાં લોકોને હાલાકી પડી રહી છે ત્યારે અહીં રહેતા આસપાસના લોકોને તો જાણે નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યાનો અનુભવ થાય છે. નજીકમાં જ શાળા તથા ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં દરરોજના ઘણાં વિધ્યાર્થીઓ, શ્રધ્ધાળુઓ અવરજવર કરતાં હોય છે તેઓને ખૂબ જ તકલીફ પડી રહી છે પરંતુ પાલિકાના તંત્રને નજરે પડતું નથી ના સ્વચ્છતા ના દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસના નગર સેવક બાળું ભાઈ સુર્વેએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધ વાળી જગ્યાએથી પસાર ન થવું પડે ,સ્થાનિકોને હાલાકી ન પડે તેવી અપીલ કરવામાં આવી હતી.