તબિયત લથડતા સગીરાને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડાઇ
પોલીસ દ્વારા સગીરા સાથે કોણે દુષ્કૃત્ય આચર્યુ તેની તપાસ શરૂ કરાઇ
પ્રતિનિધિ વડોદરા
વડોદરા શહેર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતો પરપ્રાંતિય પરિવાર મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ત્યારે આ ગરીબ પરિવારની 12 વર્ષની સગીરાની તાજેતરમાં તબિયત લથડી હતી. જેના કારણે તેણીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટર દ્વારા સગીરાના તમામ રિપોર્ટ કરાવતા તેણી ગર્ભવતિ હોવાનું માલુમ પડ્યું હતું. જેના કારણે પરિવાર પણ ચોકી ગયો હતો. સગીરાને પ્રસુતિ ગૃહના વોર્ડમાં દાખલ કરાઇ હતી. જેમાં સગીર બાળકી એ એક બેબીને જન્મ આપતા ચકચાર મચી ગઇ હતી. ઘટનામાં બાળક અને સગીરાની સયાજી હોસ્પિટલમાં સારવાર કરાઇ રહી છે. હાલમાં પોલીસે સગીરાને ગર્ભવતિ બનાવી કોણે? તેની તપાસ કરવા માટે ફરિયાદ નોંધવા સાથે કાર્યવાહી પણ શરૂ કરી છે.
પરપ્રાંતમાંથી કેટલાક પરિવાર પોતાના સંતાનો સાથે કમાવવા માટે વડોદરા આવતા હોય છે. શહેર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પણ આ રીતે એક પરિવાર રહેવા માટે આવ્યો હતો અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. આ પરિવારની એક 12 વર્ષની સગીરાની ગઇ કાલે તબિયત લથડી હતી. જેથી તેણી પરિવારના સભ્યો સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇને દોડ્યાં હતા. ત્યાં દવાખાનામાં દાખલ કરી હતી. દરમિયાન ડોક્ટર દ્વારા સગીરાના તમામ રિપોર્ટ કરાવ્યાં હતા ત્યારે આ સગીરા ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સમાચાર સાંભળીને તેનો પરિવાર પણ ચોકી ગયો હતો. દરમિયાન દીકરીને સારવાર માટે પ્રસૂતિ ગૃહ વિભાગમાં દાખલ કરી હતી અને તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ સગીરાની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોવાની માંજલપુર પોલીસને જાણ કરાઇ હતી ત્યારે પોલીસે સગીરાના પરિવારનો સંપર્ક કર્યો હતો અને સગીરા કઈ રીતે ગર્ભવતી બની ? તેના કોઇ સાથે પ્રેમ સંબંધ છે ? કોઈ હવસખોરે ગરીબ પરિવારની સગીર દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે? માંજલપુર પોલીસ દ્વારા ગંભીર ગુનાની ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઇ છે.