Vadodara

અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની શહેરમાં પધરામણી, વાતાવરણમાં પલટો આવ્યો

નાના મોટા લોકોએ વરસાદનો આનંદ માણ્યો

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેમાય ગત શનિવારે અને રવિવારે રાત્રે વરસાદી ઝાપટા પડયા બાદ તડકો નિકળતાં સાથે જ બીજી તરફ મહત્તમ તાપમાન પણ વધતાં અસહ્ય બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે સોમવારે હવામાન વિભાગ ની આગાહી મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યાથી મેઘ પધરામણી થઇ હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાના આગમનથી પશુ પક્ષીઓ અને માનવીઓ પણ ખુશખુશાલ થઇ ગયા હતા નાના બાળકોએ વરસાદમાં ભીજાવાનો આનંદ માણ્યો હતો.નિર્દોષ બાળપણ સાથે વરસાદી આનંદ માણો ખુશ થતાં બાળકો હોય કે મોટેરાં પણ પ્રથમ વરસાદમાં ભીંજાવવા માટે તક શોધી પ્રથમ વરસાદમાં ન્હાવા નિકળી પડે છે. બીજી તરફ અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની મહેર થી લોકો ખુશ થઇ ગયા હતા અને વાતાવરણમાં પણ અલગ પ્રકારની મહેક જે માટીની ખુશ્બુ જોવા મળી હતી.સોમવારે સવારથી જ શહેરમાં રવિવારે રાત્રે તથા વહેલી સવારે વરસાદી ઝાપટાં બાદ મેઘરાજાએ વિરામ લેતાં અસહ્ય બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. બપોરે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સાડા ત્રણ વાગ્યાની આસપાસ ધીમી ધારે મેઘ પધરામણી થઇ હતી. તા.17 સુધી થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ રાજ્યના દક્ષિણ ભાગમાં તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ગાજવીજ પવનો સાથે થવાની શક્યતા છે.

Most Popular

To Top