Vadodara

અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ બાદ બપોરે વડોદરામાં મેઘ મહેર શરુ

જો કે શહેરના કેટલાક વિસ્તારો કોરાકટ રહ્યા


*મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તા.10,11 તથા 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન હળવા વરસાદની આગાહી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 09

વડોદરા શહેરમાં ગત તા. 26 થી 29 ઓગસ્ટના રોજ પૂર બાદ વચ્ચે વચ્ચે એકાદ બે દિવસ હળવા વરસાદી ઝાપટાં બાદ અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો જો કે હવામાન વિભાગ દ્વારા ગણેશચતુર્થી થી તા. 09 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી હતી ત્યારબાદ 11અને 12 સપ્ટેમ્બર ત્યારબાદ તા. 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે બપોરે એક વાગાયાની આસપાસ અચાનક વરસાદ વરસ્યો હતો. જો કે ગતરોજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યાં હતાં ત્યારે આજે બપોરે એક વાગ્યાની આસપાસ હળવો વરસાદ શરૂ થયો હતો. જો કે ઘણાં વિસ્તારો વરસાદથી વંચિત પણ જણાયા હતા.

Most Popular

To Top