Vadodara

અસલમ બોડીયાની રેગ્યુલર જામીન અરજી રદ

વડોદરા તારીખ 8
માથાભારે અસલમ બોડીયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજૂર કરી દેવામાં આવી છે

વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સાગરીત અસલમ હૈદરમિયા શેખ ઉર્ફે અસલમ બોડીયાની સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં અગાઉ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાલ અસલમ બોડીયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. દરમિયાન તેણે પોતાના વકીલ મારફતે નિયમિત જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી આરોપીના ગુનાની ગંભીરતા, તેના ગુનાહિત ભૂતકાળ અને સમાજ માટેના ખતરા અંગે દલીલો કરવામાં આવી હતી. તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ ગુજસીટોક તથા સેશન્સ જજ વડોદરા નિકુલ કનુપ્રસાદ પાઠકે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અસલમ બોડીયાની ઘણીવાર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

Most Popular

To Top