Vadodara

અષાઢી બીજ શુક્રવારે શહેરમાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા યાત્રા નિકળશે

આગામી તા 27-06-2825 ને શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે શહેરમાં 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યાત્રા નિકળશે. અમદાવાદના વિમાન દુર્ઘટનાને લઇને આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા નિકળશે. ગત તા.11 મી જૂનના રોજ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી તથા બહેન સુભદ્રાજી ની સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઇ તથા બહેન સાથે અષાઢી બીજે નગરચર્યાએ નિકળશે. રથયાત્રા દરમિયાન ભક્તો માટે 45 ટન શીરાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવશે તથા સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેળા તથા પાણીનું વિતરણ કરવામાં આવશે.અષાઢી બીજના રોજ પરંપરા મુજબ રેલવે સ્ટેશન થી બપોરે 2:30 કલાકે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની દ્વારા પહિદ વિધિ (સુવર્ણ ઝાડુ સાથે રથયાત્રા માર્ગની સફાઇ) બાદ રથયાત્રા નું પ્રસ્થાન કરાવાશે.રથયાત્રા દરમિયાન રાજકીય, સામાજિક નેતાઓ, મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ધાર્મિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે.ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશન થી પ્રસ્થાન કરશે અને
સયાજીબાગ -કાલાઘોડા-સલાટવાડા થી કોઠી -રાવપુરા મેઈનરોડ -જ્યુબિલિબાગ-પદ્હમાવતી શોપિગ સેન્ટર -સુરસાગર- દાડિયાબજાર -ખંડેરાવ માર્કેટ -લાલકોર્ટ ન્યાયમંદિર થી મદનઝાંપા રોડ -કેવડાબાગથી પોલો ગ્રાઉન્ડ ખાતે રાત્રે આઠ કલાકે બરોડા હાઇસ્કુલ પાસે વિરામ લેશે.ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો માટે હરિનગર ચારરસ્તા નજીક ઇસ્કોન મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમ અંગે આજરોજ ઇસ્કોન મંદિરમાં નિત્યાનંદ સ્વામી ની આગેવાનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા કેતનભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top