Vadodara

અશાંત ધારાની પરવાનગી સમય મર્યાદામાં ક્યારે મળશે?


એક તરફ અરજીઓના ઢગલે ઢગલા બીજી તરફ એસડીએમ રજા પર ઉતરી ગયા…
હિન્દુ હિન્દુ અને મુસ્લિમ મુસ્લિમ ની પરવાનગી જ ના લેવાય તો પણ ભારણ ઘટે: અરજદારો.

શહેરના 14 પોલીસ મથક ની હદમાં આવેલી લાખો મિલકતોમા થી હજારો વેચાણ થતી મિલ્કતો ની ફરજીયાત લેવી પડતી અશાંત ધારા ની પરવાનગી આપતા માત્ર એક જ એસડીએમ લાંબી રજા પર ઉતરી પડતા સેકડો દસ્તાવેજોની કામગીરી પરવાનગી વિના વીલંબમાં પડી ગઈ હતી. બનાવના પગલે સરકારની લાખો રૂપિયાની આવકમાં ઘટાડો થયો હતો પરિણામે એક તરફ સરકારી તિજોરી ને નુકસાન પહોંચ્યું હતું અને બીજી તરફ અરજદારોમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
છેલ્લા બે દાયકામાં સેકડો હિન્દુ વિસ્તારોમાં લઘુમતી કોમે અનેક મિલકતો ખરીદી લીધા બાદ મચેલા ઉહાપોહને ધ્યાને લઈ ને ભાજપ સરકારે સુલેહ શાંતી જાળવવા અશાંતધારાનો કાયદો ઘડી કાઢ્યો હતો બંને કોમના વિસ્તારોમાં વેચાણ થતી મિલકતો બાબતે અશાંતધારાની પરમિશન ફરજિયાત કરવાથી હિન્દુ વિસ્તારોમાં લઘુમતી કોમના લોકો મિલકતો ખરીદવામાં અનેક ધણો ઘટાડો થયો છે.
જે કાયદામાં સરકારે ફેરફાર કરીને હિંદુ વિસ્તારમાં માં હિન્દુ મિલકત ખરીદ કરતો હોય કે મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ મિલકત ખરીદતો હોય તો પણ અશાંતધારાની પરમિશન ફરજિયાત લેવી પડે છે જેના કારણે પરવાનગી આપતા એસડીએમ કચેરી પર કામનું ભારણ અનહદ વધી ગયું છે. જેના પગલે સમય મર્યાદામાં નિકાલ કરવાની અરજીઓનો નિકાલ બે કે ત્રણ ગણા વધુ સમયે થઈ રહ્યો છે.
તેમાં પણ જ્યારે અધિકારી જ્યારે રજા ઉપર જાય છે ત્યારે પરવાનગીની સંપૂર્ણ કામગીરી ઠપ થઈ જતી હોવાથી અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે. મિલકતના બંને પક્ષો સોદો કર્યા દરમ્યાનની સમય મર્યાદામાં દસ્તાવેજ કરાવી લેવા મંગાતી પરવાનગી સમયસર ના મળતા દસ્તાવેજી કાર્યવાહી પણ વિલંબ માં પડતી જાય છે. એક તરફ દસ્તાવેજી કાર્યવાહી અટકી જતી હોવાથી સરકારને નોંધણી ફી મા જે આર્થિક આવક થાય છે તે પણ બંધ પડી જાય છે.
અરજદારોમાં તો એવો પણ કચવાટ સાંભળવા મળ્યો છે કે હિન્દુ હિન્દુ કે મુસ્લિમ મુસ્લિમ ની મિલકત ખરીદતા હોય છે તો અશાંતધારાની પરમિશન ની જરૂર જ શુ છે? એક તરફ સરકારી તંત્ર પરવાનગી આપવામાં પહોંચી વળતું નથી અને બીજી તરફ તદ્દન બિનજરૂરી કાયદો ઘડીને નાગરિકો નો સમય અને નાણાંનો બગાડ કરે છે. તો બીજી રીતે એવું પણ ચર્ચા રહ્યું હતું કે સરકારે ઉઘાડી લૂંટ આદરવા જ આવો મનઘડંત કાયદો ઘડી કાઢ્યો છે. હિન્દુ વિસ્તારમાં હિન્દુને મિલકત ખરીદ વેચાણ કરવાની હોય તો અશાંતધારાની પરમિશન ની જરૂર જ શું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર નેતાઓ માત્ર આવી નાની બાબતને ધ્યાને લઇ ને કાયદા માં સુધારા વધારા કરે તો પણ અરજીઓના કામનું ભારણ ઘણું જ ઘટી શકે. અને અરજીઓનો તદ્દન નજીવી સમય મર્યાદામાં નિકાલ થઈ શકવાથી પ્રજાને રાહત મળે.

Most Popular

To Top