Charotar

અશાંતધારાના અભિપ્રાય બદલ 30 હજારની લાંચ લેતા PSI પંકજ પટેલ ACBના ટ્રેપમાં ઝડપાયા

આણંદમાં ખંભાત પોલીસનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ

આણંદ: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પોલીસ તંત્રની શાખ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પંકજ પટેલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના સફળ ટ્રેપ ઓપરેશનમાં રંગે હાથ ઝડપાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રોપર્ટી ટ્રાન્સફર સંબંધિત કેસમાં અશાંતધારા અંગે અનુકૂળ અભિપ્રાય આપવા બદલ PSI પંકજ પટેલે રૂપિયા 30,000ની લાંચની માંગણી કરી હતી. આ મામલે એક જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતાં ACB દ્વારા તાત્કાલિક ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
લાલ દરવાજા પોલીસ ચોકીમાં ACBની ટીમે દરોડો પાડી લાંચ સ્વીકારતી વેળાએ PSI પંકજ પટેલને રંગે હાથ ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ પણ કબ્જે કરવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
આ મામલે PSI સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top