*સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈ થી સેગવા તરફ જઈ શકાશે*
વડોદરા જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલા ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા હતા.જેને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. આજે સાધલી થી સેગવાને જોડતો રાજ્ય ધોરી માર્ગ અવાખલ ગામ પાસે એક થી બે ફૂટ જેટલું પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયું છે.જેથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે.સલામતી અને સાવચેતીના ભાગરૂપે ફ્લડ ગેજ પણ લગાવવામાં આવ્યું છે.વૈકલ્પિક માર્ગ તરીકે સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈ થી સેગવા તરફ જઈ શકાશે.એમ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલે જણાવ્યુ છે.
અવાખલ પાસે ઓવરટોપિંગ થતા સાધલીથી સેગવા માર્ગ બંધ કરાયો
By
Posted on