અવધૂત ફાટક માંજલપુર પાસે પરધર્મી યુવકો દ્વારા અશ્લીલ હરકતો કરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પોલીસને સોંપ્યા
અશ્લીલ હરકતો કરતા પરધર્મી બે લુખ્ખા તત્વોને મેથીપાક પણ ચખાડ્યો, હાથ જોડીને જાહેરમાં માફી માંગી
(પ્રતિનિધિ) વડોદરા તા.23
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અવધૂત ફાટક પાસે રોડ પર ઉભા રહીને અવર જવર કરતી યુવતીએને જોઇને અશ્લીલ હરકતો કરી રહ્યા હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને માહિતી મળતાં તેઓએ બનાવ સ્થળે પહોંચી બંને લુખ્ખા તત્વોને પકડતા તેઓ પરધર્મી હોવાનું જણાયું હતું જેઓને મેથીપાક ચખાડતા જાહેરમાં માફી માંગી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ પોલીસને સોંપ્યા હતા.
હાલમાં નવરાત્રી પર્વ શરૂ થઈ ગયો છે. હવે યુવતીઓ મહિલાઓ મોટી સંખ્યામાં વિવિધ ગરબા મેદાનમાં ગરબા રમવા નિકળતી હોય છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી છે જેના કારણે હવે મોડી રાત સુધી ગરબામાં યુવતીઓ,મહિલાઓ મહાલી શકશે અને મોડી રાત સુધી રોડ રસ્તાઓ પર યુવતીઓ, મહિલાઓ ની અવરજવર રહેશે જેનો ગેરલાભ ઉઠાવવા કેટલાક લુખ્ખા તત્વો સક્રિય બન્યા છે. ગતરોજ પ્રથમ નવરાત્રી દરમિયાન શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અવધૂત ફાટક પાસે બે છેલબટાઉ લુખ્ખા યુવકો ગરબા રમવા જતી આવતી હિન્દુ યુવતીઓને રોડ પાસે ઉભા રહીને અશ્લીલ હરકતો કરી રહ્યા હતા જે અંગેની માહિતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ને મળતા તેઓએ અવધૂત ફાટક પાસે પહોંચી બંને લુખ્ખા તત્વોને ઝડપી પાડી પૂછપરછ કરતાં બંને પરધર્મી હોવાનું જાણવા મળ્યું હતું જેથી બંનેને મેથીપાક ચખાડ્યો હતો જેથી બંને હાથ જોડી જાહેરમાં માફી માંગી હતી પરંતુ બંને પરધર્મી લુખ્ખા તત્વોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પોલીસને હવાલે કર્યા હતા ્