Vadodara

અલીરાજપુરમા આધેડનુ ઝાડ પરથી પટકાતા સારવાર દરમ્યાન મોત…

ખેતીકામ સાથે જોડાયેલ આધેડ ઝાડ પર બાંધેલા માંચડા પર મકાઇ ચઢાવી રહ્યાં હતાં તે દરમિયાન નીચે પટકાયા..

પ્રથમ સારવાર અલિરાજપુર કરાઇ ત્યારબાદ એસ.એસ.જી.હોસ્પિટલમાં તેઓનું મોત નિપજ્યું

મધ્યપ્રદેશના અલીરાજપુરના એક આધેડનુ ખેતરમાં આવેલા ઝાડ પર બનાવેલા લાકડાના માંચડા પર મકાઇ ચઢાવતી વેળાએ પડી જતાં સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલ ના ઓર્થોપેડિક યુનિટમાં મોત નિપજ્યું .

પ્રાપ્ત અહેવાલ મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ઝાબુઆના બડા ઇડરા ગામ ખાતે રહેતા ગ્યાનસિંગ દૂધવે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓના પરિવારમાં પત્ની, ત્રણ દીકરાઓ તથા એક દીકરી તથા પિતા સાથે રહેતા હતા. તેઓ રાબેતામુજબ ગત તા. 23 ઓક્ટોબરના રોજ પોતાના ખેતરમાં ગયા હતા અને ત્યાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ ઝાડ પર બનાવેલા લાકડાના માંચડા પર મકાઇને સૂકવવા મખાઇ ચઢાવી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક ઝાડ પરથી નીચે પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી પરિવાર તથા આસપાસના લોકોએ દોડી આવી તેઓને સારવાર અર્થે અલીરાજપુરના હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે તા.24ઓક્ટોબરે બપોરે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત તા. 25 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલના ઓર્થોપેડિક સી યુનિટ ખાતે તેઓનું મૃત્યુ નિપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિજનોને મૃતદેહ સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top