સુરત : અલગ-અલગ રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ (Industrial) વિસ્તારની (area) કંપનીઓ ટાર્ગેટ કરી કોપર – પિત્તળ (Copper – Brass) જેવા કિંમતી ધાતુની ઘરફોડ ચોરી કરનાર નાસતા-ફરતા રીઢા ઘરફોડિયાઓને ક્રાઇમ બ્રાન્ચ (DCB) દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમાં આ ચીટરો દ્વારા અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કરવામાં આવેલી 52 લાખની ચોરીનો ભેદ ઉકેલાવા પામ્યો હોવાની વિગત જાણવા મળી છે. આ ચીટરો દ્વારા આજથી આશરે 10 મહિના પહેલા સહ આરોપી સુનીલ પ્રજાપતિ, અલી જેફલ્લા, અક્ષય નાયક સાથે મળી અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીમાં આવેલ ઈલેકટ્રિક દુકાનની રેકી કરી ત્યારબાદ સેલવાસ ખાતેથી પોતાના સાગરીતને ટાટા કંપનીનો ૧૧૦૯ મોડેલનો ટેમ્પો સાથે બોલાવી રાત્રીના સમયે દુકાનનુ શટર તોડી કોપર, આર-આર કેબલ તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિ.રૂ 52,00,000-4ની ઘરફોડ ચોરી કરી સેલવાસ ખાતે આવેલ ભંગારની દુકાનમાં માલ વેચી દીધેલ હોય વિગેરે મુજબની કબુલાત કરવામાં આવી હતી.
આરોપીઓ પર ચોરી અને લૂંટફાટના ચાર થી પાંચ ગુના
આ આરોપીઓને અમરોલી પોસ્ટ ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા હોય મજકુર આરોપીનો કબ્જો અમરોલી પોસ્ટ સોંપવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઉનગામ નહેર પાસે જાહેર રોડ ઉપર આ આરોપીઓ ઉભા છે. નાસતા-ફરતા આરોપી મનોજ રાજુ પરમેશ્રવરદત ત્રિપાઠી,સત્યપ્રકાશ ઉર્ફે મુક S/O જગતનારાયણ મિશ્રાને ઝડપી પડવામાં આવેલ છે. આ બે આરોપીઓ પર ચોરી અને લૂંટફાટના ચાર થી પાંચ ગુના દાખલ થયા હોવાની વિગત જાણવા મળી છે.