નીચે ઊભેલી રીક્ષાને ભારે નુકશાન
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલુ દર્પણ બિલ્ડીંગ ખૂબ જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગની હાલત જોઇને તેને એક વર્ષ પહેલા જ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ ત્યાર બાદ પાલિકા તંત્ર અને ફાયર વિભાગ ધ્વરા કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અનેકવાર આ બિલ્ડીંગ માંથી ગાબડા રોડ પર પડે છે. મંગળવારે સવારે અલકાપુરી પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં રીક્ષાને ભારે નુકશાન પહોંચ્યું છે, જ્યારે તેમાં બેઠેલા ચાલકનો બચાવ થયો છે.

આજે પણ ગલીમાં લવાહનોને ભારે અવર-જવર છે, તે વચ્ચે આ ઘટના સામે આવતા તંત્રએ ત્વરિત સુરક્ષાના પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. આ બિલ્ડીંગ નીચે જ રીક્ષા સ્ટેન્ડ હોવાથી ચાલકો ઉભા રહેતા હોય છે. આ ઘટના બાદ આગળ પાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સતત ધમધમતા રહેતા રોડ પર આવેલી જર્જરિત બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ બુધવારે સવારે ધરાશાયી થયો છે. ઘટનામાંની હકીકત એવી જાણવા મળેલ છે કે અલકાપુરી દર્પણ બિલ્ડીંગ નીચે રીક્ષા સ્ટેન્ડ આવેલ છે અને સવારે રોડ પર ઉભેલી રીક્ષા પર અચાનક બિલ્ડીંગ ની બાળકની નો ભાગ ધરાશાયી થયો હતો અને નીચે ઊભેલી રીક્ષા ને નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના સમયે રીક્ષા ચાલક તેમાં બેઠો હતો. પરંતુ તેમને કોઇ ઇજાઓ પહોંચી નહોતી. આ જર્જરિત બિલ્ડીંગને એક વર્ષ પહેલા સીલ મારી દેવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા બિલ્ડીંગ જોખમી હાલતમાં જેમનું તેમ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
વધુમાં રીક્ષા ચાલકને કહ્યુ કે આ ઘટના સવારે 10 વાગ્યાના આસપાસની છે. ઘટના સમયે હું રીક્ષામાં જ બેઠો હતો. અને ઉપરથી રીક્ષા પર ગાબડું પડ્યું હતું. મને વાગ્યું નથી, મારી રીક્ષાને નુકશાન પહોંચ્યું છે. અહિંયા રીક્ષા સ્ટેન્ડ છે, એક વર્ષથી બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાર બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડીંગમાંથી મહિને બે મહિને ગાબડાં પડતા હોય છે. આગળ જણાવ્યું કે, આ રોડ પરથી લોકો પસાર થાય છે. ક્યારે મોટી દુર્ઘટનાની શક્યતા રહેલી છે. જેથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.
