શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઇન્ટાકાર્ટ ફ્લિપકાર્ટ કંપનીના પાર્સલ ઓફિસમાંથી આઠ મોબાઇલ ફોનની ચોરી થઇ હતી
અલગ અલગ કંપનીના કુલ 06મોબાઇલ ફોન જેની આશરે કુલ કિંમત રૂ 80,594ના મુદામાલ સાથે ઝડપી પાડયો .
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઇન્ટાકાર્ટ ફ્લિપકાર્ટ કંપનીના પાર્સલ ઓફિસમાંથી અનટ્રેસેબલ આઠ જેટલા અલગ અલગ કંપનીના આશરે રૂપિયા 90,594ની કિંમતના મોબાઇલ ફોન ગુમ થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ અને હ્યૂમન સોર્સના આધારે 06 મોબાઇલ ફોન મળીને આશરે કુલ રૂ 80,594ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા શકીલ પાર્કમાં રહેતા અમાન અબ્દુલ હમીદ યુસુફભાઈ શેખ અલકાપુરી વિસ્તારમાં આવેલા સારથી કોમ્પલેક્ષમા ઇન્ટાકાર્ટ ફ્લિપકાર્ટ કંપનીના પાર્સલ ઓફિસમાં ટીમ લીડર -2તરીકે છેલ્લા સાતેક મહિનાથી ફરજ બજાવે છે આ ઓફિસમાં બીજા સીતેર ઉપરાંત લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવી રહ્યા છે. મંગળવારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે ગત તા. 15મી જાન્યુઆરીના રોજ આઠ જેટલા વિવિધ કંપનીના મોબાઇલ પાર્સલ કોમ્પ્યુટરમાં અનટ્રેસેબલ બતાવતા હતા જેથી તેમણે ઓફિસમાં મોબાઇલ ફોન ડિલીવરી પાર્સલની વહેંચણી કરતા મહિલા કર્મી પ્યાલીબેનને તથા ડિલિવરી બોય તરીકે કામ કરતા ગોરવાના સંતોષ ચિતે નાઓને મોબાઇલ ફોન ગુમ બાબતે પૂછતાં તેઓ દ્વારા કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો જેથી તપાસ કરતાં ગત તા. 14 જાન્યુઆરી થી 15જાન્યુઆરી દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ દ્વારા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું જણાતા ઓફિસના કર્મચારી પવન પાસવાન દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે મુજબ રિયલમી કંપનીના 12×5Gકંપનીનો મોબાઇલ જેની આશરે કિંમત રૂ 11,599, વીવો T3 PRO કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.23,499, મોટોરોલા G85 મોબાઇલ + મોટોરોલા G 35
ફોન જેની આશરે કિંમત રૂ 27,998, સેમસંગ ગેલેક્સી કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.6,999,પોકો C1 કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂ 5,499 તથા ઓપો કંપનીનો ફોન જેની આશરે કિંમત રૂ 5,000 મળીને આશરે કુલ રૂ.80,549 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સયાજીગંજ પોલીસે ટેકનિકલ અને હ્યૂમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ કંપનીનો કર્મચારી સંતોષ જ્ઞાનેશ્વર ચિતે (રહે. મકાન નંબર -311,ભરતનગર, ચિત્રકૂટ સોસાયટી સામે, બાપુની દરગાહ સામે,ગોરવા)નાઓને ઝડપી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી