જુગાર રમવાની તેમજ મોજ શોખ કરવાની ટેવના કારણે ચોરીના ગુના આચર્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અરુણોદય સોસાયટીમાં રહેતો પરિવાર ગરબા જોવા માટે ગયો હતો. તે દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ મળી અંદાજીત 15 લાખની મત્તાની ચોરી કરી પલાયન બન્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર અને 10 જેટલા ગુનામાં અગાઉ પકડાયેલ આણંદના વિશાલ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો 60.93 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી અરુણોદય સોસાયટીમાં ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે એક મકાનમાં રહેતો પરિવાર મકાનને બંધ કરી ગરબા જોવા માટે ગયો હતો. આ દરમિયાન તેમના બંધ મકાનના રસોડાના રૂમની સામેનો દરવાજો તોડીને અજાણ્યા ચોરી તમે મકાનમાં પ્રવેશ કરી પ્રથમ માળે બેડરૂમના કબાટમાં મુકેલા ત્રણ ડબ્બામાંથી જુદા જુદા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 15 લાખની મતદાનની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે મકાનમાલિકે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હુમન સોર્સના આધારે તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ચોર ઈસમ આણંદના વાંસખીલીયા ગામે રહેતો વિશાલ પટેલ હોવાનું જણાય આવ્યું હતું. તેની તપાસ કરતા આ ઈસમ તેની સાસરી નંદેશરી ખાતે આવેલો હોય અને બાઈક લઇ સોના ચાંદીના દાગીના વેચી નાખવા માટે ફરતો હોવાની ચોક્કસ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાણી રામા કાકા ડેરીવાળા રોડ પરથી તે પસાર થવાનો હોઈ સીતારામ કોમ્પ્લેક્સ નજીક વોચ ગોઠવી હતી. જોકે વિશાલ દૂરથી પોલીસને જોઈ નાશવાની કોશિશ કરતા બંને બાજુથી પોલીસે તેને દબોચી લીધો હતો, તેની પાસેથી મળી આવેલા દાગીના બાબતે પૂછપરછ કરતા તેણે અલકાપુરીની અરુણોદય સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત ઘરફોડ ચોરી કરી મેળવેલા દાગીના માંથી તેણે સોનાનો એક હાર વેચી કાઢ્યો હતો. વધુ તપાસ દરમિયાન આરોપી વિશાલ પટેલને જુગાર રમવાની તેમજ મોજ શોખ કરવાની ટેવ ના કારણે 12 વર્ષ પહેલાં જલ્દીથી રૂપિયા મેળવવા માટે પ્રથમ વાહન ચોરીના ગુનાઓ આચર્યા હતા. ત્યારબાદ આણંદથી વડોદરા તેમજ વિદ્યાનગર જઇને ઘરફોડ ચોરીના ગુનાઓ કર્યા હતા. આ આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરીના 5, વાહન ચોરીના 3 અને જુગારના 2 એમ મળીને કુલ 10 ગુનાઓ નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિશાલ પાસેથી સોના ચાંદીના દાગીના મોબાઈલ બાઇક મળી કુલ રૂપિયા 60.93 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સયાજીગંજ પોલીસને હવાલે કર્યો હતો.