ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને રૂપિયાની ઠગાઇ આચરવામા આવી હતી
ત્રણ આરોપીના દિવસના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયાં
પ્રતિનિધિ વડોદરા તા.26
શેરમાર્કેટમાં રોકાણ કરશો તો એક દિવસમાં રૂપિયા કમિશન સાથે પરત મળશે તેવી લાલચ આપી ઠગોએ વૃદ્ધ પાસેથી રૂ.1.28 કરોડ ઓનલાઇન બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યાં હતા. બાદમાં આ પરત નહી આપી વૃદ્ધ સાથે આચરવામાં આવી હતી. જેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે લોકેશન રાજકોટનું મળ્યું હતું. જેથી સાઇબર ક્રાઇમની ટીમે રાજકોટથી ઠગ ત્રિપુટીની ધરપકડ કરી હતી. વડોદરા લાવ્યાં બાદ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પુરા થતા ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
વડોદરા શહેરના અલકાપુર વિસ્તારમાં આવેલી શિલાલેખ ડુપ્લેખમાં રહેતા ગણેશ પંચાપગેસન બાલકૃષ્ણન (ઉં.વ.65) ગત 9 સપ્ટેમ્બર 2024ના રોજ એક મેસેજા આવ્યો હતો. જેમાં તેમને ટ્રેડિંગ કરી રૂપિયા કમાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી વૃદ્ધને રસ પડતા તેમની સાથે કામ કરવાની હા પાડી હતી. ત્યારબાદ તેઓએ વૃદ્ધ પર એક લિંક આવી હતી જેના પર તેઓએ ક્લીક કરતા એક ગ્રૂપ ખુલ્યું હતું જેમાં રાશી ગુપ્તા સાથે વૃદ્ધને વાત થઇ હતી. 16 સપ્ટેમ્બરના રોજ રાશી ગુપ્તાએ તેમને લિન્કી ઓપન કરાવીને વૃદ્ધનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ એક દિવસનું ઇન્સવેસ્ટમેન્ટ છે તમે આજે રોકાણ કરશો બીજા દિવસે રૂપિયા મળી જશે. જેથી વૃદ્ધ લાલચમાં આવી ગયા હતા અને રૂ, 44 લાખનું રોકાણ કર્યું હતું જે પ્રોફિટ સાથે ઓનલાઇન વેબસાઇટમાં 2 કરોડ બતાવતા હતા. જેથી વૃદ્ધ બે કરોડમાંથી કેટલીક રકમ ઉપાડવા જતા ઉપડ્યા ન હતા. આગળ ઇન્વેસ્ટમેન્ટ નહી કરી તો મેનેજમેન્ટ ફી પેટે 10 ટકા રકમ ભરવી પડશે તેમ કહીને વિવિધ બહાને રાશી ગુપ્તાએ વૃદ્ધ પાસે રૂ. 1.28 કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવ્યાં હતા પરંતુ રૂપિયા પરત નહી મળતા તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી ત્યારે આરોપીઓનું લોકેશન રાજકોટ ખાતેનું મળ્યું હતું. જેથી સાઇબર ક્રાઇમની એક ટીમ ત્યાં રવાના થઇ હતી અને ત્રણ ભેજાબાજ રવિ રાજુ વાળા, ફિરોજ ફારૂક દોઢિયા તથા મહમદઅકીલ અસમલ બેલીમ (તમામ રહે. રાજકોટ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વડોદરા લાવ્યાં હતા અને વધુ પૂછપરછ કરવા માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. રિમાન્ડ પુરા થયા બાદ ઠગ ત્રિપુટીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ આરોપીઓએ 10થી વધુ બેન્ક એકાઉન્ટ કમિશન પેટે લઇ ફ્રોડમાં ઉપયોગ કર્યો હતો અને કમિશન પણ લીધુ હતું.