Vadodara

અરે રે….વડોદરા કોર્પોરેશનમાં જ ‘ પાણી ‘ નથી !

VMC ઓફિસ પાણીની અછતનો ભોગ બની, ટેન્કર મગાવવા પડે છે

કોર્પોરેશન પાણી માટે જે જાહેરાતો કરે છે તેનો અમલ કરવામાં પોતે જ નિષ્ફળ



વડોદરા શહેરના નાગરિકોને પાણી પૂરું પાડવા માટે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે દીવા અંધારું એ કહેવત પાલિકા તંત્ર સિદ્ધ કરતું હોય તેમ દેખાઈ આવે છે. સમગ્ર શહેરને પાણી પૂરું પાડવાનું કામ કરતી વડોદરા મહાનગરપાલિકા પોતાની ઓફિસની પાણીની જરૂરિયાતોનું સંચાલન કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. તેથી ટેન્કરથી પાણી મગાવવાની ફરજ પડી રહી છે.



પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે કોર્પોરેશનને તેની પાણીની ટાંકી ભરવા માટે ફાયર બ્રિગેડના ટેન્કરો પર આધાર રાખવાની ફરજ પડી છે. આ સ્પષ્ટ સંકેત છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના સ્ટાફને સ્વચ્છ પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.


વડોદરા મહાનગરપાલિકા ની ઓફિસમાં પાણીની અછત શહેરના પાણી પુરવઠાનું સંચાલન કરવાની કોર્પોરેશનની ક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો પાલિકા તંત્ર પોતાની ઓફિસમાં પાણીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરી શકતું નથી, તો તે વડોદરાના નાગરિકોને આ મૂળભૂત જરૂરિયાત કેવી રીતે પૂરી પાડી શકશે ? આવા અનેક સવાલો ઊભા થયા છે.

Most Popular

To Top