Vadodara

અમેરિકાની કોલેજમાં વિઝા આપવાની લાલચે દોઢ લાખ ઉપરાંતની છેતરપિંડી કરી ભાગતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત -ઠગાઇના ગુનામાં ધરપકડથી બચવા આરોપી ભાગતો ફરતો હતો

સ્ટુડન્ટ વિઝા આપવાના નામે છેતરપિંડી આચરી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 03

અમેરિકાની કોલેજમાં એડમિશન અપાવવાનુ જણાવી સ્ટુડન્ટ વિઝા પ્રોસેસના નામે રૂ. દોઢ લાખ ઉપરાંતની ઠગાઇ કરી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 14-10-2024 ના રોજ શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઇ હતી જે મુજબ આરોપી ભાવિન હરેશ કુમાર પરીખે ઉ.વ.38,રહે. મેઘાનગર સોસાયટી, નાલંદા પાણીની ટાંકી પાસે, વાઘોડિયારોડના ઓએ ફરિયાદીને અમેરિકા ની કોલેજમાં એડમિશન અપાવવાનુ જણાવી સ્ટુડન્ટ વિઝા પ્રોસેસના ફી પેટે ગત તા. 26-10-2022ના રોજ રૂ. 1,50,017ની રકમ મેળવી બે મહિનાની અંદર સ્ટુડન્ટ વિઝા મળી જશે તેમ જણાવ્યા બાદ કોઇપણ પ્રકારના વિઝા પ્રોસેસ નહીં કરતા ફરિયાદીએ પરત પૈસાની માગણી કરતાં આરોપી હરેશભાઇ પરીખનાઓ વિરુદ્ધ છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ ધરપકડથી બચવા આરોપી ભાગતો ફરતો હતો ત્યારે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે માહિતીના આધારે શહેરના વાઘોડિયારોડ સુખધામ ચારરસ્તા ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વિરુદ્ધ અગાઉ પત્નીને ત્રાસ આપી દહેજની માંગણી કરી હોવાના તથા ઠગાઇના બે ગુનાઓ મકરપુરા તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોધાયા હતા.

Most Popular

To Top