આણંદ તા 10
ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

અમૂલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.
આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળના 9 ચૂંટણી આજે બુધવારે યોજાઈ રહી છે. નિયામક મંડળના કુલ 12 બ્લોકમાંથી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બાકીના 8 બ્લોક અને વ્યક્તિ સભાસદની 1 બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન કેન્દ્ર ખાતે અમુલના માન્ય મતદારોમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. સવારે 11 સુધીના પ્રથમ બે કલાકમાં અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલે મતદાન કર્યું છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, રાજેન્દ્રસિંહ પરમાર અને વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર સહિતના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અમૂલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. મતદાનની ગુપ્તતા જાળવવા માટે અમુલ ચુંટણી અધિકારી અને સંલગ્ન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે નવ વાગ્યે શરૂ થયેલી મતદાર પ્રક્રિયા બપોરે 3 વાગ્યા સુધી ચાલનાર છે.
કયાં બ્લોકમાં કેટલા મતદારો ?
આણંદ – 110
ખંભાત – 105
બોરસદ – 97
પેટલાદ – 89
કઠલાલ – 104
કપડવંજ – 112
માતર – 90
નડિયાદ – 107