Vadodara

અમિત નગર બ્રિજ પર બેરિકેડીંગ કરતા ભારે ટ્રાફિકજામ

ઠેર ઠેર વડોદરાનો વિકાસ દેખાડવાનો પાલિકા તંત્રનો આંધળો પ્રયાસ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે, તે સમગ્ર રૂટ પર રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલી રહી છે. ત્યારે
શહેરોનો મુખ્ય માર્ગ ગણાતો એરપોર્ટ સર્કલથી અમિત નગર જવાના માર્ગે બ્રિજ પર બેરિકેડિંગ કરતા ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના એરપોર્ટ સર્કલથી અમિતનગર તરફ આવતો મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમન પૂર્વે તૈયારીઓમાં જોતરાયેલું તંત્ર આંધળું બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને બ્રિજ પર દિવસે કામગીરી કરતા બેરિકેડ કરાયું છે. ત્યારે એરપોર્ટ સર્કલથી અમિત નગર તરફ જવાના મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આસપાસની હોસ્પિટલો અને દુકાનોના પાર્કિંગના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની બાબત છે કે, આગામી દિવસોમાં વડાપ્રધાન જ્યારે વડોદરામાં આવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર વડોદરાનો વિકાસ દેખાડવાનો આંધળો પ્રયાસ ચાલી રહ્યો છે.
મહત્વની બાબત છે કે, પૂર બાદ પણ શહેરના રોડ-રસ્તાની હાલત ન સુધારનાર કોર્પોરેશન આજે દિવસ-રાત એક કરી વીવીઆઈપી જ્યાંથી પસાર થવાના છે ત્યાં શણગાર, રંગરોગાન અને દબાણો સહિત વિવિધ કામગીરી યુદ્ધના ધોરણે કરતું હાલમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વડોદરા શહેરની જનતા આ કામગીરી વચ્ચે હાલાકી વેઠવા માટે તૈયાર રહે તેવુ હાલમા જોવા મળી રહ્યુ છે.

Most Popular

To Top