નર્મદા નિગમના આઈએએસ અમિત અરોરા ની ખુરશી પણ જપ્ત કરી હતી ત્યારે રાત પડતા 35 કરોડથી વધુ રકમનો ચેક ખેડૂતોને આપવામાં આવ્યો હતો .
દિવસ દરમિયાન નર્મદા નિગમના અધિકારીઓ અને અમિત અરોરા ઓફિસમાં દેખાયા પણ ન હતા.
વડોદરામાં સરકારી નર્મદા નિગમની મિલકત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો પછી દિવસ દરમ્યાન નર્મદા નિગમની ઓફિસ નો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેને લઈને દિવસ દરમિયાન નર્મદા નિગમ ની ઓફિસ ચર્ચામાં રહી હતી ત્યારે સાંજ પડતા આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વડોદરા કોર્ટે ગુજરાતના IAS અધિકારી અમિત અરોરા સામે મોટી કાર્યવાહી થઈ હતી. સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશનર અમિત અરોરાની ઓફિસની ખુરશી જપ્ત કરવામાં આવી હતી. ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ન ચૂકવવા બદલ અમિત અરોરાની ખુરશી, કોમ્પ્યુટર અને સીપીયુ જપ્ત કરાયા હતા.
વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કર્યું હતું. ડભોઈ કોર્ટે ખેડૂતોને 30 કરોડનું વળતર ન ચૂકવવા બદલ કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે નિગમની મિલકત જપ્ત કરીને વળતર વસૂલવાનો આદેશ આપ્યો હતો. નર્મદા નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કરીને વળતર ચૂકવવામાં આવશે એ બાબતે 35 વર્ષથી લડત લડતા ખેડૂતોને ન્યાય મળ્યો હોવાનો અનુભવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના IAS અધિકારી અમિત અરોરા સામે વડોદરા કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશ્નર અમિત અરોરાની ઓફિસની ખુરશી જપ્ત કરાઇ હતી. ખેડુતોને જમીન સંપાદનનું વળતર ના ચુકવતા IAS અધિકારી અમિત અરોરાની ખુરશી જપ્ત કરાઈ હતી. અમિત અરોરાની ખુરશીની સાથે કોમ્પ્યુટર અને સીપીયુ પણ જપ્ત કરાયા હતા. વડોદરામાં સરકારનાં નર્મદા નિગમની મિલ્કત જપ્તીનો આદેશ કરાયા બાદ ગુરુવારની રાત્રે લગભગ 10:30 થી 11:00 વાગ્યા ના અરસામાં નર્મદા નિગમ ના અધિકારી અમિત અરોરા ખેડૂતોના બાકી નીકળતા રૂપિયા નો ચેક અર્પણ કર્યો હતો અને પોતાના સીપીયુ તથા અન્ય ગેજેટો પરત મળે અને કોઈ બીજો વિવાદ ન સર્જાય માટે 35 કરોડ થી વધુની રકમ નો ચેક ખેડૂતોને આપવામાં આવ્યો હતો અને મામલાને શાંત પાડ્યો હતો.
