Vadodara

અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં


વડોદરા, તા. 23
વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થવા પામી નથી. જોકે અકસ્માતના પગલે થોડા સમય માટે સામાન્ય ટ્રાફિક જામ સર્જાયો હતો.
અમિતનગર સર્કલ વિસ્તાર ચોવીસ કલાક ભારે વાહનવ્યવહારથી ધમધમતો રહે છે. વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ બંને કાર રોડ પર જ બંધ હાલતમાં રહી જતાં અન્ય વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અમિતનગર સર્કલ પર ગેરકાયદે રીતે ખાનગી વાહનો ઊભા રાખવામાં આવતા હોવાને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આવા સંજોગોમાં અકસ્માતની શક્યતા વધતી હોવાનું પણ વાહનચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top