Vadodara

અમારે સ્માર્ટ મીટર નથી જોઈતું, જુનુ મીટર લગાવી આપો

સ્માર્ટ મીટર લગાવ્યા પછી ફતેગંજના રહેવાસીઓનો વીજ પુરવઠાની મુખ્ય કચેરીએ પહોંચી હલ્લાબોલ




વડોદરાના ફતેગંજમાં સન્ની સાઇડ એપાર્ટમેન્ટના રહેવાસીને ₹20,000નું વીજળી બિલ ફટકારવામાં આવ્યું , જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે અને અન્યાયનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલમાં વધારો કરવામાં આવ્યો છે,
વીજ પુરવઠાની મુખ્ય કચેરીનો સ્થાનિકોએ સંપર્ક કર્યો હતો, અને માંગ કરી છે કે જૂનું મીટર ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવે. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે તેમને છેલ્લા છ મહિનામાં ₹15,000 થી ₹20,000 સુધીના મોટા બિલ આપવામાં આવ્યા છે જ્યારથી સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યારથી વધુ પડતું બિલ આવે છે સ્માર્ટ મીટર લગાવતા પહેલા જ્યાં 3000 રૂપિયા નું બિલ આવતું હતું તેની જગ્યાએ 20,000 રૂપિયા બિલ આવે છે જેથી અમારી માંગ છે કે સ્માર્ટ મીટર તારી અમને જૂનો મીટર લગાવવી આપવામાં આવે.

રહેવાસીની દુર્દશાએ સ્માર્ટ મીટરની ચોકસાઈ અને બિલિંગ પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. વડોદરા વીજળી વિભાગને આ બાબતની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

રહેવાસીઓ સ્માર્ટ વીજ મીટર ના ઉકેલ માટે વીજ પુરવઠા અધિકારી ને મળ્યા અને તેઓને તમામ વાત રજૂ કરી ત્યારે અધિકારીએ વીજબીલ હાલ પૂરતું ન ભરતા તેમ અમને સૂચના આપી હતી. અમે ચકાસણી કરીએ ત્યાં સુધી તમે ધીરજ રાખશો આનો નિકાલ અમે જલ્દી લઈ આવીશું. જો ખામી જણાશે તમે મીટર બદલી આપીશું તેવી ખાતરી આપતા અમને સંતોષ થયો છે.

Most Popular

To Top