Business

અમારા પાંચ પાંચ ધારાસભ્ય છે, તેથી મારા પર કોઈ કલમ લાગશે નહીં, રાજેશ ગોહિલ તો 10 દિવસમાં છૂટી ગયો હતો

પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી આકાશ ગોહિલનો ઓડિયો વાયરલ

પ્રતિનિધિ વડોદરા તા 24

ધારાસભ્ય સહિત ભાજપના ઘણા રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવનાર આકાશ ગોહિલે પરિણીતા પર બળ જબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પોલીસ આરોપીને અલગ અલગ ટીમો બનાવી શોધી રહી છે. ત્યારે આરોપી આકાશ ગોહિલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં આરોપી જણાવી રહ્યો છે કે અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે.અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે. જેથી મારી સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ રાજેશ ગોહિલ તો દસ દહાડામાં જ છૂટી ગયો હતો.
વડોદરા જિલ્લાના અનગઢ ગામે રહેતો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો અંગત સહિત અન્ય રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવનાર ભાજપના કાર્યકર્તા આકાશ ભગવાન ગોહિલે જાણે પોતે જ એક ધારાસભ્ય હોય તેઓ અહમ બતાવી રહ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘરમાં 30 વર્ષીય પરિણીતાના પતિ કોઈ અશુભ પ્રસંગમાં ગયા હતા ત્યારે તેણી એકલી હતી. આકાશ ગોહિલે પહેલા તેના મોબાઈલ પર મેસેજ કરીને તું એકલી છે તેવું પૂછ્યું હતું. પરંતુ પરિણીતાને એવો અહેસાસ ન હતો કે આકાશ ગોહિલ કયા કારણોસર તે એકલી હોવાનું પૂછી રહ્યો છે. ત્યારબાદ પોતાના મકાનના વચલા રૂમમાં પરીણીતા એકલી ઊંઘતી હતી તે દરમિયાન આકાશ ગોહિલ બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી ગયો હતો અને પરીણીતા પર ઘરમાં દુષ્કર્મ ગુજારી હતું. જેની પરિણીતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં આકાશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વિવિધ ટીમો બનાવીને આકાશ ગોહિલની શોધખોળ હાથ ધરી છે પરંતુ હજુ આરોપી હાથમાં આવ્યો નથી. આરોપી આકાશ ગોહિલનો કોઈની સાથે વાતચીત કરતો એક ઓડિયો વાયરલ થયો છે, ‘જેમાં આરોપી જણાવી રહ્યો છે કે અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે.અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે. જેથી મારી સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ તો દસ દહાડામાં જ છૂટી ગયો હતો.’ત્યારે સવાલ એ થાય છે કે બળાત્કાર જેવો ગંભીર ગુનો કરવા છતાં પણ આરોપીઓ રાજકીય વગનો ઉપયોગ કરીને છૂટી જતા હોય છે. ત્યારે આરોપીને સજા નહીં થાય તો ભોગ બનનારને ન્યાય ક્યારે મળશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. કાયદા સામે પણ રાજકીય વગ પોતાનો પાવર દેખાડતી હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top