સયાજી હોસ્પીટલમાં બપોરે બે થી સાંજે પાંચ વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
વડોદરા, તા.૧૩
દર વર્ષે મોટી સંખ્યામાં ભોલે ભક્તો બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન કરવા માટે યાત્રાએ જતા હોય છે. ત્યારે ત્યાં યાત્રા દરમ્યાન બુકિંગ માટે તેમજ ખાસ યાત્રા કરવા માટે સરકારની ગાઈડલાઈન અનુસાર ફિટનેસ સર્ટીફીકેટ આપવું ખુબ જરૂરી છે ત્યારે સયાજી હોસ્પીટલમાં સોમવારથી બપોરે બે થી સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.
આ વર્ષે અમરનાથ યાત્રા માટેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે માત્ર ૪૫ દિવસની આ યાત્રા ૨૯ જુન નારોજ શરુ થઇ રહી છે ત્યારે દર્શનાર્થે જતા યાત્રીઓ માટે બુકિંગની પ્રક્રિયા સહિતની કામગીરી શરુ કરી દેવામાં આવી છે ત્યારે વિવિધ શહેરોમાં દર્શનાર્થે જતા નાગરિકોએ સરકારી હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટીફીકેટ કઢાવવું ફરજીયાત છે. ત્યારે સયાજી હોસ્પીટલમાં સોમવારથી ઓપીડી નંબર ૧૮માં બપોરે બે થી સાંજે પાંચ વાગ્યા સુધી શહેરીજનો માટે સુવિધા શરુ કરવામાં આવી છે. સોમવાર થી શુક્રવાર દરમ્યાન યાત્રાળુઓ સર્ટીફીકેટ મેળવી શકશે તેવી માહિતી આરએમઓ ડૉ. દેવશી હેલૈયાએ આપી હતી.