Vadodara

અમદાવાદ પ્લેન ક્રેશ, વડોદરાથી ત્વરિત મદદ સાથે ફાયર બ્રિગેડ રવાના

વડોદરા: મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં બોઇંગ પ્લેન ક્રેશ થયા બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને આગ બુઝાવવાના સાધનો સહિત વડોદરાની મદદ તાબડતોબ અમદાવાદ પહોંચાડવામાં આવી.

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં આજે એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ (બોઇંગ પ્લેન) ક્રેશ થયાની દુખદ ઘટના બની છે. ટેકઓફ થયા થોડી વારમાં જ વિમાન ક્રેશ થયું અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી છે.

આ દુર્ઘટનામાં મદદ અને રાહત કામગીરી જરૂરી હોવાથી, વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર ટેન્ડર્સ (આગ બુઝાવવાના સાધનો) અને 200 જેટલા ફાયર મેન તથા અધિકારીઓ રાજ્ય સરકારના નિર્દેશ મુજબ ત્વરિત અમદાવાદ રવાના થયા છે. આ મદદ સાથે, રુટ ક્લિયર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી શકે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, વડોદરા થી તમામ જરૂરી સહાય અને સાધનસામગ્રી ઝડપથી અમદાવાદ પહોંચાડવામાં આવી રહી છે. આ દુર્ઘટના સમયે વડોદરાના ફાયર બ્રિગેડની મદદે આવવાની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

Most Popular

To Top