Vadodara

અમદાવાદના બિલ્ડરનો વડોદરાની હોટલમાં કરવામાં આવેલા આપઘાતના બનાવવામાં ફરાર આરોપીઓના આગોતરા જામીન રદ

અમદાવાદના પ્રી સ્કૂલ ના માલિક અને બિલ્ડર તરીકે જાણીતા એવા મહાવીર સિંહ સરવૈયાએ વડોદરાની એક ખાનગી હોટલમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે દરમિયાન પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ કરતા ત્યાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી બાદમાં કાયદાકીય કાર્યવાહીના આધારે વડોદરા કોર્ટમાં તેઓ સામેની કાર્યવાહી શરૂ થતા તેઓએ આગોતરા જામીન મૂક્યા હતા જોકે કોર્ટે મામલાની ગંભીરતા સમજીને બંનેના આગોતરા જામીન ના મંજૂર કર્યા હતા.

ગત તા.22 – 5 – 2024 ના રોજ મહાવીર સિંહ સરવૈયા જેવો વડોદરા ખાતેની તુલીપ હોટલ ખાતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો બાદમાં પોલીસ દ્વારા ઘટના સ્થળ ની તપાસ લેતા ત્યાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં સ્પષ્ટ પણે લખ્યું હતું કે કોરોના ના કારણે તેઓની શાળા બંધ થઈ ગઈ હતી જેના કારણે તેઓનું દેવું વધી ગયું હતું જેથી તેમને વિવિધ મિલકતો પર લોન લીધી હતી. બાદમાં તેઓ લોન ના હપ્તાની ભરપાઈ ન કરી શકતા તેઓએ ખાનગી ફાઈનાન્સર પાસેથી પણ નાણા લીધા હતા જોકે સાહરભાઈ ઈશ્વરભાઈ દેસાઈ અને વિશાલ સાહરભાઈ દેસાઈ નાઓ તેઓ પાસેથી વ્યાજનું પણ વ્યાજ ઉઘરાવીને તેમજ તેમની મિલકત પડાવી લેવાના ઇરાદાથી તેઓને સતત હેરાનગતિ કરતા હોવાનું તેમણે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું જેથી પોલીસે તપાસ હાથ ધરીને બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેથી બંને વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા પરંતુ કેસની ગંભીરતા ને જોઈને કોર્ટે તેમના જામીન ના મંજૂર કર્યા હતા

Most Popular

To Top