બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈના વરલી સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
સલમાન ખાનને મારી નાખવાની ધમકીમાં કનેક્શન વડોદરાના એક વ્યક્તિએ ધમકી આપ્યાનો ખુલાસો વાઘોડિયાના રવાલ ગામેથી ધમકીનો મેસેજકરવામાં આવ્યો હતો.
વ્યક્તિના પરિવાર નું કેહવુ છે તે માનસિક રીતે નબળો છે તેનું માનસિક સંતુલન ખરાબ છે જેથી આવી હરકત કરે છે.
પોલીસ વ્યક્તિના મેડિકલ રિપોર્ટ ની પણ તપાસ કરી રહી છે.
