18 વર્ષ જુના કેસનો મહત્વનો ચુકાદો
અપ્રમાણસર સંપતિ મેળવનાર ONGCના તત્કાલીન મેનેજર(F&A)ને 3 વર્ષ કેદની સજા અને રૂ.25 લાખનો આકરો દંડ ફટકારતી અમદાવાદ CBI કોર્ટ..
અંકલેશ્વર ONGCનાં 18 વર્ષ પહેલા તત્કાલીન મેનેજરે ગાંધીનગર એસીબીએ આવક કરતા અપ્રમાણસર અસ્કયામતો મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો હતો.જે કેસ અમદાવાદ CBI કોર્ટમાં કેસ ચાલતા તમામ સુનાવણી બાદ સોમવારે જજે આરોપી ONGCના એ સમયના મેનેજર (F&A) કીશનરામ હીરાલાલ સોનકરને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સજા અને 25 લાખનો દંડ તેમજ દંડ ન ભારે વધુ એક વર્ષની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
વર્ષ-2002થી 2006માં અંકલેશ્વર ONGC ખાતે કીશનરામ હીરાલાલ સોનકર મેનેજર (F&A) તરીકે નોકરી કરતા હતા.સીબીઆઈએ ગત તા- 29મી જુન-2006ના રોજ આરોપી કિશનરામ હીરાલાલ સોનકર, તત્કાલીન મેનેજર, (F&A), ઓએનજીસી, અંકલેશ્વર એસેટ, અંકલેશ્વર વિરુદ્ધ ગત તા-1લી ઓક્ટોબર-2002થી તા-21મી જુન-2006ના સમયગાળા દરમિયાન આરોપીઓએ સંપત્તિની ઉચાપત કરી હોવાના આરોપો પર તાત્કાલિક કેસ નોંધ્યો હતો. તેમની આવકનો સ્ત્રોત રૂ. 14,11,310/- જે તેની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 84 ટકા વધુ હતી.જે બાબતમાં અપ્રમાણસર અસ્કયામતો અંગે ગુનો નોંધીને ચાર્જશીટ ડાળખ કરવામાં આવી હતી.
તા-1લી જાન્યુઆરી-2000થી તા-1લી જુલાઈ-2006 સુધીના ચેક સમયગાળા દરમિયાન 22,15,609/- તેની જાણીતી આવકના સ્ત્રોતથી અપ્રમાણસર જે તેની આવકના જાણીતા સ્ત્રોત કરતાં 62 ટકા વધુ છે.આ કેસની સુનાવણી અર્થે કોર્ટમાં 65 સક્ષીઓ અને દસ્તાવેજી પુરવાના 299 સેટ રજુ કર્યા હતા.સોમવારે સીબીઆઈ કોર્ટનાં ન્યાયાધીશ ધર્મેન્દ્રસિંહ જી. રણાએ આરોપી કિશનરામ સોનકરને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.25 લાખનો દંડ તેમજ દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
અપ્રમાણસર સંપત્તિના કેસમાં ઓએનજીસીના તત્કાલીન મેનેજરને 3 વર્ષની કેદ, 25 લાખનો દંડ..
By
Posted on