ગુપ્ત બાતમીના આધારે કાલોલ પોલીસની ઝડપી કાર્યવાહી
સર્વેલન્સ સ્ટાફની ટીમે સ્થળ પરથી આરોપી પકડી પાડ્યો
કાલોલ :
પંચમહાલ–ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા I/C પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
કાલોલ પોલીસ સ્ટેશનના I/C પો. ઈન્સ્પેક્ટર યુ.એલ. વાધેલા સહિતની ટીમને હુમન સોર્સ દ્વારા ખાનગી રાહે માહિતી મળી હતી કે વડાલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપી રમેશભાઈ અર્જુનભાઈ બારૈયા (ઉંમર 19), રહે – ઈડર (જી. સાબરકાંઠા) હાલ શામળદેવી પાટિયા પાસે જોવા મળ્યો છે.
આ આરોપી સામે વડાલી પો.સ્ટે એ PART ગુ.ર. નં. 11209054250695/2025 હેઠળ
ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 137(2), 87, 54 મુજબ અપહરણનો ગુનો હતો.
પો.સ.ઈ. પી.કે. કિશ્ચયન તથા સર્વેલન્સ સ્ટાફના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન માહિતી સાચી નીવડી અને આરોપી સ્થળ પર જ મળી આવ્યો હતો.
પોલીસે આરોપીને કાબૂમાં લઈને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.