ડીકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા ACBને મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલ વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવછે જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ વિવિધ બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂ.500 થી 700 સુધીની લાંચની માંગણી કરે છે. આવી ચોકકસ બાતમીના આધારે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ડીકોય લાંચના છટકા દરમિયાન આરોપી ડિકોયરનું વાહન નો પાર્કિંગમાં મુકેલ હોવાથી પૂર્વ ઝોનના. મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે લાવ્યાં હતા, જ્યાં વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ રૂ.400ની લાંચની માગણી કરી હતી અને વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આરોપી અનાર્મ લોક રક્ષક,વર્ગ-3 અશોક કનુજી મકવાણાએ 400 રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એન. પ્રજાપતિએ વધુ તપાસ શરૂ કરી છે.