Vadodara

અનંતા લાઈફ સ્ટાઈલ અને કાન્હા બિલ્ડરે બિલ્ડીંગ તો બાંધ્યા પણ પાણીની કોઈ વ્યવસ્થા નહિ

પાણીના મુદ્દે હાથ અધ્ધર કર્યાં, મહિલાઓ વિફરી, વુડા ઓફિસે હલ્લાબો

વડોદરા : અમુક વિસ્તારમાં પાણી પહોંચાડાય છે તો અમુક વિસ્તારમાં નથી પહોંચડાતું એવા આક્ષેપો વડોદરાવાસીઓ લગાવી રહ્યા છે. આજવા રોડની મહિલાઓ સાથે નાના નાના બાળકો પણ પાણીની માંગ સાથે “વડોદરા વુડા ઓફીસે હાય હાય હાય ના સૂત્રોચ્ચાર સાથે રસ્તા ૫૨ ઉતરી પડયા હતા.

આજવા રોડમાં પ્રોજેક્ટ કરી અનંતા લાઈફ સ્ટાઈલ અને કાન્હા બિલ્ડરો દ્વારા હાથ અધ્ધર કરી દેતા વુડા ઓફિસના કમ્પાઉન્ડમાં મહિલાઓએ હલ્લાબોલ મચાવી વિરોધ કર્યો હતો અને વુડા ઓફિસની કચેરી સુધી ધસી ગયા હતા.જો કે વુડા ની કચેરી પર કોઈ ફરિયાદ ના સાંભળતાં લોકો વધારે ગુસ્સે ભરાયા હતા. મહિલાઓએ એવી જીદ પકડી હતી કે જયાં સુધી પાણી નહિ આવે અમે અહીંયાંથી હટીએ નહિ. વારંવાર ફરિયાદ કરી હોવા છતાં અમારી પાણી ની સમસ્યા જસ ની તસ છે. છેલ્લા આઠ મહિનાથી 125 થી વધારે પરિવાર પાણી વગર ટળવળી રહ્યા છે. તેઓનું કહેવું છે અમારે પીવાનું પાણી વેચાતું લાવવું પડે છે અને કપડાં, વાસણ, નાહવા ધોવા માટે પાણીની ટેંકરો મંગાવી પડે છે. બિલ્ડરને વાત કરતા તેઓએ હાથ અધ્ધર કરી દેતા સ્થાનિકો વુડા કચેરી પહોંચી ગયા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે અમે આઠ મહિનાથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ. પહેલાં પણ અધિકારીઓ આવી જોઈ ગયા હતા. પરંતુ તેઓએ માત્ર ચાર દિવસમાં કામ પતાવી આપીશું તેમ કહી માત્ર દિલાસો આપેલો હતો. અત્યાર સુધી કોઈ કામ ના થતા અમારી સમસ્યાનો અંત ન આવતા આખરે અમારે અહીં વુડા ઓફિસે આવું પડ્યું છે.

જો વિરોધ માટે નાના બાળકોએ રસ્તા પર ઉતરવું
પડે એનાથી શરમજનક બાબત

નાના બાળકો “અમને પાણી આપો” ની પોકાર કરી રહ્યા છે સાથે વુડા ઓફિસે પોતાની માતાઓ સાથે વિરોધમાં જોડાયા હતા. એક તરફ હાલ રોગો ફાટી નીકળ્યા છે ત્યારે સ્વચ્છ રહેવા નાહવા જવા હાથ ધોવા પાણીની ખૂબ જરૂર હોય ત્યારે પાણીની સમસ્યા એક ગંભીર મુદ્દો છે .જેનાથી અનેક પ્રકારના રોગોથી બચવા શરીરને સ્વચ્છ રાખો સરકાર એવી સલાહ આપે છે . પણ પાણી ન આવતું હોવાથી આજે અમે ન્હાયા જ નથી.જ્યાં સુધી પાણી નહિ આવે અમે અહીંયાંથી નહિ હટીએ. વુડાના અધિકારીઓ અને બિલ્ડરોનું કેહવુ છે આગળની બંધાતી સોસાયટીના બિલ્ડરો દ્વારા મોટર થી પાણી ખેંચી લેવાય છે જેના કારણે અમારા સુધી પાણી પહોચતું નથી.

Most Popular

To Top