પવનના એક સુસવાટાથી લોકોને ઘરના બારી બારણાં કરવા પડે છે બંધ
ખાળ કૂવો ઉભરાતા માથું ફાડી નાખે તેવી તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ
વડોદરા: બાજવાની અનગઢ સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી લોકો નર્કાગારભર્યું જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અહીંયા ગંદકીનો અમે અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા છીએ. પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે છે. રજૂઆત કરી છે પણ એ ભાઈની ઊંઘ ઊડતી નથી. મારા ઘરની બરાબર સામે આ ખાડ કુવો છે. દસ વાર રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અમે અમારું બારણું ખોલી નથી શકતા. નાના બાળકોને પણ ઘરમાં રાખવા પડે છે. બહાર નીકળી નથી શકતા. આ ગંદકી દૂર થાય એવી અમારી માંગ છે. પંચાયતને લખીને આપેલું છે, પણ કોઈને કસી પડી નથી. કોમન પ્લોટ માં છેલ્લા બે મહિનાથી ખાટકો ઉભરાઈ રહ્યો છે અમે વારંવાર રજૂઆત કરી તેમણે દોઢ મહિનો તો આપ્યો કે આજે કરે કાલે કરે પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમને કહેવામાં આવ્યું છતાં પણ કોઈ સાંભળતું નથી.

સોસાયટીના આવા જવાના મેન રસ્તા ઉપર ગંદુ પાણી ફેલાઈ ગયું છે. જેના કારણે માખી મચ્છર તથા તીવ્ર દુર્ગંધ ફેલાય છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો કોલેરા જેવા રોગ ફાટી નીકળવાનો પણ સંભાવના રહેલી છે. જે સોસાયટીમાં રહેતા લોકોના આરોગ્ય સામે મોટો સવાલ છે. આ ઉપરાંત સોસાયટીના રસ્તાની બાજુમાં જ દુકાનો તથા પ્રાથમિક શાળા નંબર ત્રણનો મેન ગેટ હોવાથી નાના બાળકોને પણ અવરજવર રહેતી હોય છે. આ ખાડ કુવો ઉભરાવાનું કારણ 50થી 60 જેટલા બેચલર વ્યક્તિઓને મકાન ભાડે આપેલું છે, જે અયોગ્ય બાબત છે.

ગત તારીખ 15 જુલાઈ ના રોજ ગિરીશભાઈ પોતે સોસાયટીમાં બાબતની જાણ સરપંચ દ્વારા કરવામાં આવતા તેઓ પરિસ્થિતિ જોવા આવ્યા હતા અને તે દરમિયાન તેમની સાથે વાત થતા તેમણે આગામી 25મી તારીખ સુધીનો સમય માંગ્યો હતો. જેની પાછળનું કારણ ભાડું આતોની અવધી પૂરી થશે તે આપ્યું હતું અને આ દસ દિવસ દરમિયાન તેમણે ખાડ કૂવો ન ઉભરાય અને સ્વચ્છતા જળવાઈ તે માટે મ્યુનિસિપાલટીની ગાડી મંગાવીને ખાડો કરાવી દેવાની વાત કરી હતી. પરંતુ હજી સુધી સ્થિતિ યથાવત જ રહેવા પામી છે.