દાહોદ:
દાહોદ શહેરમાં સમી સાંજના સમયે કુતુહલ સર્જાય તેવો નજારો સામે આવ્યો હતો. જેમાં દાહોદ શહેરના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ ન પડતાં અને અન્ય વિસ્તારો કોરાકટ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ત્યારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો તે વિસ્તારના ગરબા આયોજકોમાં દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.
દાહોદ શહેરમાં સોમવારે સાંજના પાંચેક વાગ્યાના આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ પડે તેવા એંધાણો જાેવાઈ રહ્યાં હતાં. ત્યારે દાહોદ શહેરના પડાવ વિસ્તારથી લઈ, બહારપુરા, એપીએમસી, સોનીવાડ જેવા વિસ્તારોમાં ગણતરીની મીનીટોમાં વરસાદ પડ્યો હતો ત્યારે શહેરના યાદગાર ચોક, ગોધરા રોડ, ગોડી રોડ જેવા વિસ્તારોમાં વરસાદ જાેવા પણ ન મળતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતું. અમુક વિસ્તારમાં વરસાદ પડતાં જે વિસ્તારના ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. આજે નવરાત્રીનો પાંચમો નોરતો હોઈ શહેરભરમાં ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. આવનાર બાકીના દિવસોમાં મેઘરાજા વરશ તે કે કેમ તેની પણ ગરબા આયોજકો તેમજ ખૈલેયાઓમાં ચર્ચાઓ સાથે ચિંતા જાેવા મળી હતી.
