તારીખ ૩ એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણ નો પ્રાગટ્ય દિવસ. ૨૪૪ વર્ષ પહેલા આજના દિવસે તારીખ ૩/૪/૧૭૮૧ ના રોજ સ્વામિનારાયણ ભગવાન નો જન્મ થયો હતો. આ દિવ્ય પ્રસંગ ની સ્મૃતિ માં બી એ પી એસ સંસ્થા ના યુવકો દ્વારા દરેક ના પોતાના માં રહેલ રચનાત્મકતા ને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ, લેપટોપ, મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં વ્યક્તિગત સ્ફુરેલ વિચાર ને શબ્દ દેહ આપી પ્રાણ પ્યારા ભગવાન ને ઈ ગ્રીટિંગ્સ પાઠવેલ હતું, તદુપરાંત યુવતીઓ એ પણ પોતાના મૌલિક વિચારો ને કાગળ પર કંડારી ને ભગવાન પ્રત્યે ભક્તિ અર્ધ્ય અર્પણ કરેલ હતું. આવા એક હજાર થી વધુ ઇ ગ્રીટિંગ અને ગ્રીટિંગ કાર્ડ આજરોજ પૂજ્ય સંતો ના માર્ગદર્શન અનુસાર પ્રભુ પ્રતિમાઓ પાસે ગોઠવાયા હતા.
આ અભિનવ દર્શન કરવા શહેર ના ઘણી મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા.
