SOG પીએસઆઈ એન વી દેસાઈ અને બી.કે. ડૉ. અરુણાદીદી એ રેલીને લીલી ઝંડી આપી હતી
રેલી યોજી સકારાત્મક અને સુખી જીવન માર્ગ અપનાવવાનો લોકોને સંદેશ આપ્યો

26 જૂન, વિશ્વ ડ્રગ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અને SOG વિભાગના સંયુક્ત ઉપક્રમે અટલાદરા સેવા કેન્દ્ર ખાતે એક જાગૃતિ રેલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિભાગના ASI આસીફ કાદરીએ જણાવ્યું હતું કે,બ્રહ્માકુમારીઝ સંગઠન હંમેશા ડ્રગ જાગૃતિ અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં SOG વિભાગને સહયોગ આપવા આગળ રહે છે. અમને વિશ્વાસ છે કે અમારા પ્રયાસો સમાજને યોગ્ય દિશામાં લઈ જવામાં મદદ કરતા રહેશે. વિભાગના શ્રીજીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં આવી આધ્યાત્મિક સંસ્થાઓ હોવી જોઈએ જેથી લોકોને આધ્યાત્મિક પ્રેરણા મળે અને યુવાનો વ્યસનોમાં જીવનના ઉદ્દેશ્યથી ખોવાઈ જાય છે, તેમને શિક્ષણ અને આ દુષણોને દૂર કરવા માટે માર્ગદર્શન મળતું રહે,

બીકે ડૉ. અરુણા દીદીએ શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે આપણા યુવાનો વિદ્યાર્થી જીવનથી જ આ દુષણોથી વાકેફ થાય અને સમાજને આ દુષણોથી મુક્ત બનાવવા માટે માર્ગદર્શક બને. બ્રહ્માકુમારીઝ સંસ્થા ભારત સરકાર સાથે ડ્રગ ફ્રી ઈન્ડિયા અભિયાન હેઠળ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં આ સંસ્થા દ્વારા તમામ ડ્રગ નિવારણ કાર્યક્રમોમાં સહકાર ને સહયોગ કરે છે.અને સમાજના લોકોને આધ્યાત્મિક રીતે ડ્રગ ડિ-એડિકેશનનો સંદેશ પણ આપી રહી છે. જેથી આપણું સુવર્ણ ભારત ફરીથી આધ્યાત્મિક મૂલ્યો સાથે ઉભરી શકે, અને આવી વિકૃતિઓનો કાયમ માટે અંત લાવી શકીયે.
અટલાદરા બ્રહ્માકુમારીઝના ભાઈ બહેનો ,SOG વિભાગ, જ્ઞાન યજ્ઞ સ્કુલની વિદ્યાર્થીઓ અને બ્રહ્માકુમારીઝ ભાઈઓ અને બહેનો અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્લોગન પ્લેકાર્ડ, બેનરો અને ધ્વજ સાથે સંદેશ રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા અને દરેકને ડ્રગ્સ અને વ્યસનની ગુલામી છોડીને સકારાત્મક અને સુખી જીવન માર્ગ અપનાવવાનો સંદેશ આપ્યો.