Vadodara

અટલાદરા બરોડા સેવા કેન્દ્ર ખાતે 51 ઈશ્વરીય વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી પવિત્ર યુગલોના ભાવનાત્મક સન્માનનો કાર્યક્રમ યોજાયો

અટલાદરા બરોડા સેવા કેન્દ્ર ખાતે 51 ઈશ્વરીય વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી પવિત્ર યુગલો નું ભાવનાત્મક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયવિશ્વ વિદ્યાલય અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પવિત્રતા અને આધ્યાત્મિક નિયમો અને સંયમનું પાલન કરીને પોતાના પરિવાર પ્રત્યે ભક્તિભાવ સાથે ઘર સંભાળીને દિવ્ય જ્ઞાનમાં ચાલનારા 51 પવિત્ર યુગલોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાકર બ્રહ્મા બાબાના ઉછેરમાં ઉછરેલા કારેલીબાગ, વડોદરાના સેવા કેન્દ્ર ઈન્ચાર્જ બી.કે.ચંપા બહેન અને બી.કે.ડો.જયંતભાઈ જી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આવા તમામ લોકોના પ્રેરણા સ્ત્રોત એવા આશીર્વાદરૂપ દંપતી બી.કે.ચંપાબેન અને બી.કે.ડો.જયંતભાઈને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ બધા યુગલોનું સુંદર તાજ તિલક અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
સેવા કેન્દ્રના ઈન્ચાર્જ બી.કે.ડો.અરુણા બહેને ને પરમાત્મા ની ડાયરેક્ટ રચના એવા પવિત્ર દંપતીઓ પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પવિત્ર જીવન માટે ભગવાન શિવ પિતાના ઘરે તમારું સન્માન થઈ રહ્યું છે, આ કળિયુગના અંતમાં પરમાત્માએ રચેલા આ સંગમ યુગની સૌથી મોટી ભેટ અને ઈશ્વરીય આશીર્વાદ છે. જે કોટો માં કોઈ ને અને કોઈ માં પણ કોઈ ને મળે છે.
બી.કે.ચંપાબેને જણાવ્યું કે, પરમાત્મા શિવ પિતા એ ઈશ્વરીય દંપતિઓને શોકેસમાં રાખીયા છે અને લોકો શોકેસ માં જોય ને વસ્તુઓ ખરીદે છે, જેટલી આપણી મન ની સ્થિતિ સારી હશે, તેટલા જ લોકો આપણને જોશે અને કહેશે કે આ કલયુગી દુ:ખ અને અશાંતિ વાળી દુનિયામાં હસતા ચેહરા વાળા કોન છે.?
ડો.જયંતભાઈએ જણાવ્યું કે આખી દુનિયા નો જે ખેલ ચાલી રહ્યો છે તે જીવન માટે જ ચાલી રહ્યો છે, દરેક વ્યક્તિ ને સારું અને સુખી જીવન જોયે છે, તો આપણને એવું જીવન ઈશ્વરીય જ્ઞાન દ્વારા જ મળી શકે છે અને સાથે તેમના આ સુંદર જીવન ના અનુભવ પણ બતાવ્યા કે કેવી રીતે પરમાત્મા ની શક્તિથી શ્રેષ્ઠ સ્થિતિ બનાવી.
અને અંતમાં, કેટલાક ભાઈઓ અને બહેનોએ તેમના જીવનના અનુભવો વર્ણવ્યા કે કેવી રીતે આ દૈવી શક્તિ અને તેના જ્ઞાને તેમને જીવનની પરિસ્થિતિઓ માંથી પસાર થવામાં મદદરૂપ થઇ.

Most Popular

To Top