Vadodara

અટલાદરામા વેપારીએ ફાયર એક્સ્ટિગયુશર ન ખરીદતા યુવકે દુકાનમાં આગ ચાંપી

સમગ્ર ઘટનાને વેપારીએ કુદરતી રીતે આગ લાગી હોવાનું માન્યું હતું પરંતુ સીસીટીવી કેમેરામાં હકિકત કંઇક અલગ જ જણાઇ આવી

આરોપી વિરુદ્ધ વેપારીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 05

શહેરના જૂના પાદરા રોડ ખાતે રહેતા વેપારી અટલાદરા સ્થિત બ્રહ્મા કુમારી સંસ્થા પાસે પટેલ પાન નામની દુકાન ચલાવે છે તેમની દુકાનમાં ગત તા.01 માર્ચે આગ લગતા સોડા મશીન સહિત આશરે કુલ રૂ 1,50,000નુ નુકસાન થયું હતું જેને વેપારીએ કુદરતી રીતે આગ લાગવાનું સમજી લીધું હતું પરંતુ સીસીટીવી કેમેરા ચેક કરતાં આ આગ ગત ઓક્ટોબર મહિનામાં ફાયર એક્સ્ટિગયુશર સિલિન્ડર વેચવા આવેલ યુવક પાસેથી વેપારીએ ફાયર સિલિન્ડર ન લેતાં તેણે આગચંપી કરી હોવાનું જણાતાં સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલા મથુરાનગરી સોસાયટીમાં નિકુલ પરીક્ષીત પટેલ ખાતે રહે છે અને પાદરા તાલુકાના મોભારોડ ખાતે ખેતી કરે છે અને બપોર બાદ શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારી મંદિર પાછળ વર્ધમાન એન્કલેવમા જીએફ -34 નંબરની દુકાનમાં પટેલ પાન નામની દુકાન ચલાવે છે.ગત તા. 01 માર્ચના રોજ સવારે સફાઇ કરવા આવેલા સફાઇકર્મીએ ફોન કરીને નિકુલભાઇને તેમની દુકાનમાં ધૂમાડા નિકળતાં હોવાનું જણાવ્યું હતું જેથી નિકુલભાઇ દુકાને દોડી આવ્યા હતા જ્યાં દુકાનમાં આર્ટિફિશિયલ ઘાસ,શોડાનુ મશીનના ત્રણ પંપ સળગી ગયા હતા આગ કુદરતી રીતે લાગી હશે તેવો વેપારીને અંદાજ હતો આગમાં સોડા મશીન જેની આશરે કિંમત રૂ 1,00,000તથા દુકાનમાં રૂ.50,000મળીને આશરે કુલ રૂ 1,50,000નુ નુકસાન થયું હતું પરંતુ સીસીટીવી કેમેરા ચેક કરતાં વેપારી ચોંકી ઉઠ્યા હતા.ગત ઓક્ટોબર મહિનામાં દુકાનમાં ફાયર એક્સ્ટિગયુશર સિલિન્ડર વેચવા માટે એક વ્યક્તિ આવ્યો હતો પરંતુ વેપારીએ ફાયર સિલિન્ડર ખરીધ્યો ન હતો તે ઇસમ ગત તા.01માર્ચે દુકાન પાસે સ્ટ્રીટ લાઈટ બંધ હતી તે દરમિયાન અંદાજે સવારે પાંચ વાગ્યે મોટરસાયકલ લઇને આવ્યો હતો અને મોટરસાયકલ આગળ લટકાવેલ થેલીમાંથી પ્રવાહી ભરેલી થેલી કાઢી દુકાન પાસે રેડી હતી અને બાદમાં આગ ચાંપી જતો રહ્યો હતો આ ઇસમનું નામ આરીફ આબીદ ખાન હોવાનું અને તે શોભનાનગર સૈયદ વાસણા રોડ નો હોવાનું જણાયું હતું સમગ્ર મામલે વેપારીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top